કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ હતું કે, 1450000000000 રૂપિયાની ટેક્સ છૂટ આપી મોટા વેપારીઓ અને બિઝનેસમેનને ફાયદો કરાવ્યો છે.જો કે,મધ્યમવર્ગને વ્યાજ માફી સુધીની પણ છૂટ આપી નથી.કારણ કે,આ છે #SuitBootKiSarkar.
જણાવી દઈએ કે,આ મોટેટોરિયમ સમય દરમિયાન ટાળવામાં આવેલી ઈએમઆઈ પર વ્યાજન લેવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સરકાર અને રિઝર્વ બેંકને ફટકાર લગાવી છે. 31 ઓગસ્ટ મોરેટોરિયમ સમય ખતમ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે,વિપક્ષી પાર્ટી મોટી ભાગે મોદી સરકાર પર ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાનો આરોપ લગાવતા રહે છે.રાહુલ ગાંધી આર્થિક મોર્ચા પર સતત મોદી સરકારનો ઘેરાવ કરી રહ્યા છે.
તેમણે એક ટ્વીટ કરી કહ્યુ હતું કે,આરબીઆઈએ પણ આ વાતની ખાતરી કરી છે,જે બાબતે હું મે મહિનાની ચેતવણી આપતો આવ્યો છું.જરૂરી છે કે,સરકાર ખર્ચ વધારે,ઉઘાર નહીં ગરીબોને પૈસા આપો ન કે,ઉદ્યોગપતિઓને ટેક્સમાં કાપ આપવાથી અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરો.મીડિયા દ્વારા ધ્યાન ભટકાવવાથી ન તો ગરીબોની મદદ થશે અને ન તો આર્થિક હાલત સુધરશે.


