નવી દિલ્હી,તા.4 મે 2022,બુધવાર : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નેપાળમાં પોતાની મિત્ર સુમનિમા ઉદાસના લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા અને નેપાળની નાઈટ ક્લબમાં પાર્ટી કરવા બદલ તેમની નેપાળ મુલાકાત ચર્ચામાં આવી ગઈ છે.સાથે સાથે તેમની મહિલા મિત્ર અને સીએનએનની પૂર્વ પત્રકાર સુમનિમા પણ લાઈમ લાઈટમાં આવી ગઈ છે.જોકે ભાજપના નેતાઓનો આરોપ છે કે, રાહુલની મિત્ર ભારત વિરોધી માનિસકતા ધરાવે છે.ભૂતકાળમાં પણ તેણે ભારત વિરોધી વાતો કરેલી છે.ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવીયે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીની મિત્ર સુમનિમા ભારતના ઉત્તરાખંડના કેટલાક વિસ્તારો પર નેપાળના દાવાનુ સક્રિય સમર્થન કરે છે.રાહુલ ગાંધીના સબંધો એવા લોકો સાથે જ કેમ હોય છે જે ભારતની અખંડતાને પડકારતા હોય છે?ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ કહ્યુ તહુ કે, રાહુલ ગાંધી એવી વ્યક્તિના લગ્નમાં કયા છે જે ભારતની અખંડતાને પડકારતી હોય છે.સુમનિમાએ નેપાળે ભારતના ક્ષેત્રો પર દાવો કરતા વિવાદિત નકશો બહાર પાડયો ત્યારે આ નકશાને સમર્થન આપતા ટ્વિટ કર્યા હતા.આ ટ્વિટના સ્ક્રીન શોટ પણ ભાજપના નેતાઓ ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

