By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ : દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ : દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક
GeneralNational

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ : દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક

HM News
Last updated: 24/03/2023 12:27 PM
HM News
2 years ago
Share
SHARE

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થતા આ મુદ્દે થોડી જ વારમાં કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે.જેમાં સોનિયા ગાંધી,કોંગ્રેસ પ્રમુખ ખડગે સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.આ બેઠકમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના સભ્યપદ રદ થવા મુદ્દે રણનીતિ ઘડશે .

દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક

રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.આજે તેમની લોકસભાની સદસ્યતા રદ્દ કરી દેવામા આવી છે.ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામા આવી હતી. જેના કારણે તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે.ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા કોંગ્રેસમાં ભારે હલચલ મચી ગઈ છે.આ મુદ્દે થોડી જ વારમા દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવાની છે.

આગળની રણનિતિને લઈને ચર્ચા

મહત્વનું છે કે ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરવા બદલ સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકાર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનું સાંસદ પદ ગુમાવ્યું છે.ત્યારે કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં નહી આવે તો તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.ત્યારે લોકસભાના આ નિર્ણયથી જાણે કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.આ મુદ્દે કોંગ્રેસે તાત્કાલિક બેઠકનું આયોજન કર્યું છે.જેમાં આગળની રણનિતિ ઘડવામાં આવશે.

સોનિયા અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને

રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવાતા કોંગ્રેસ સાંજે આ અંગે એક મોટી બેઠક યોજવા જઈ રહી છે,ત્યારે બીજી તરફ આ સામાચાર મળતા જ સોનિયા અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.અને આ ત્રણેય વચ્ચે કોંગ્રેસની ભાવિ રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.રાહુલ ગાંધીનું સભ્ય પદ છીનવાતા આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે સાંજે કોંગ્રેસના મુખ્યાલયમાં વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.

હીરાના કારીગરોને તા. 25મીએ પગાર આપવા સુરત ડાયમંડ એસો.ની કારખાનેદારોને અપીલ
LOCKDOWN :15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ ચાર કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે
ફજેતી બાદ ફ્રાંસ, અમેરિકા અને ધીરે-ધીરે નાટો પણ આવ્યું યુક્રેનની મદદે
વૈજ્ઞાનિકોનો દાવો : માસ્કનના વૈજ્ઞાનિક મોડલથી 80 ટકા કોરોના કેસ ઘટશે
પક્ષપલટો કરવા માટે કરોડોની ઓફરના કેજરીવાલના આક્ષેપની તપાસ કરો : ભાજપ
Share This Article
Facebook Email Print
Previous Article રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડી શકશે?, સંસદ સભ્યપદ રદ થયા પછી હવે આ છે વિકલ્પ..!
Next Article રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત આ સાંસદો-ધારાસભ્યો પણ થઇ ચુક્યા છે ઘરભેગા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up