ધારાપુરમ: કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના ત્રણ દિવસિય પ્રવાસ પર છે.આગામી ત્રણ મહિનાની અંદર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ધારાપુરમમાં રવિવારે રાહુલ ગાંધીએ કહ્યું કે,તમિલનાડુનું ભવિષ્ય અહીંના યુવાનો નક્કી કરશે અને હું તેમની મદદ કરવા માટે આવ્યો છું.
અહેવાલ મુજબ,ધારાપુરમમાં એક સભાને સંબોધિત કરતા રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા.રાહુલે કહ્યુ, ‘નાગપુરના નિકરવાળા ક્યારેય પણ તમિલનાડુનું ભવિષ્ય નક્કી નહી કરી શકે.તમિલનાડુનું ભવિષ્ય અહીંના યુવાનો નક્કી કરશે અને હું તેમની મદદ કરવા માટે આવ્યો છું.વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,અહીં એવી સરકાર જોઈએ જે તમિલનાડુના લોકોના હિતમાં કામ કરતી હોય.અમે નરેન્દ્ર મોદીને ભારતનો પાયો નષ્ટ કરવા નહી દઈએ.’


