નવી દિલ્હી : મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ કોરોનાવાઈરસ મહાબીમારીનો શિકાર બન્યા છે.ટ્વિટરના માધ્યમથી તેમણે પોતે કોરોનાગ્રસ્ત થયાની જાણકારી આપી છે અને કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની લોકોને અપીલ કરી છે.રાહુલને કોરોના થયાની જાણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે રાહુલજી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમે જલદી સાજા થઈ જાવ એવી હું પ્રાર્થના કરું છું.

