By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધી બ્રસેલ્સ જઈને યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવનાર સાંસદોને મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધી બ્રસેલ્સ જઈને યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવનાર સાંસદોને મળ્યા
GeneralInternational

રાહુલ ગાંધી બ્રસેલ્સ જઈને યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવનાર સાંસદોને મળ્યા

HM News
Last updated: 09/09/2023 5:12 AM
HM News
2 years ago
Share
SHARE

એક તરફ જુદા-જુદા દેશોના વડાઓ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે તો ભારતના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ ઊપડ્યા છે.રાહુલ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા હતા.અહીં વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો અને એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.રાહુલ ગાંધી વિદેશોમાં હોય ત્યારે ભારતવિરોધીઓને મળે તેમાં હવે કશું નવું રહ્યું નથી.આ વખતે પણ તેમણે ક્રમ જાળવી રાખ્યો છે.તેમણે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનનાં સાંસદો અલવિના અલમેત્સા અને પિયરે લારૌતુરૌ સહિત અનેક લોકો સાથે મુલાકાત કરી.કોંગ્રેસે તેની તસ્વીરો પણ શૅર કરી હતી,જેમાં રાહુલ ગાંધી,કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા અને યુરોપિયન યુનિયનના નેતાઓ બેઠેલા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે સાંસદ પિયરે એ જ વ્યક્તિ છે જેમને જુલાઈમાં મણિપુર મુદ્દે યુરોપિયન યુનિયનની સંસદમાં ભારત વિરોધી પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.જુલાઈમાં યુરોપીય સંઘે ‘ઇન્ડિયા: ધ સિચ્યુએશન ઇન મણિપુર’ શીર્ષક સાથે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.યુરોપિયન સંઘની સંસદે 12 જુલાઈ, 2023ના રોજ સત્રમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરી હતી.આ ચર્ચા પીએમ મોદીની ફ્રાંસની મુલાકાતની બરાબર પહેલાં યોજવામાં આવી હતી.જોકે, ભારતે પણ આ પ્રસ્તાવનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનની સંસદે ભારતની આંતરિક બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરવાની કોઇ જરૂર નથી અને તેઓ પોતાના મામલાઓમાં જ ધ્યાન આપે.આ પ્રસ્તાવ પાછળ જે સાંસદોનો હાથ હતો તેમ અલવિના અલમેત્સા પણ સામેલ હતાં,જેમની સાથે તાજેતરમાં રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે.

Shri @RahulGandhi at a round table with MEPs in the European Parliament, co-hosted by MEP Alviina Almetsa (Shadow Rapporteur on EU-India Relationship) and MEP Pierre Larrouturou (portfolios within Parliamentary budget, climate & employment generation).

📍Brussels, Belgium pic.twitter.com/cCoHfa44ra

— Congress (@INCIndia) September 7, 2023

અલમેત્સા યુરોપમાં ભારતવિરોધી કેમ્પેઈન ચલાવતાં રહ્યાં છે.આ વર્ષે જાન્યુઆરીમાં અલવિનાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સંબંધિત સંગઠન ‘ધ લંડન સ્ટોરી’ની એક ચર્ચા દરમિયાન પ્રશાંત ભૂષણ અને શાહરુખ આલમ સાથે ભાગ લીધો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતમાં માનવાધિકારો અને પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિ બહુ ખરાબ છે અને જેથી ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ.તેઓ ભારત વિરુદ્ધ કેમ્પેઇન,કોલમો લખવી કે ભારતીય હિતો વિરુદ્ધ અભિયાનો ચલાવવા માટે હંમેશા ચર્ચામાં રહે છે.

રાહુલ ગાંધી વિદેશ જાય અને ભારતવિરોધીઓ સાથે મુલાકાત કરે એ હવે સામાન્ય બનતું જાય છે.તેમની આ મુલાકાતો કે ચર્ચાઓમાં હંમેશા એક જ વાત સાંભળવા મળે કે ભારતમાં લોકતંત્ર જોખમમાં છે અને માનવાધિકારોની સ્થિતિ ખરાબ થતી જાય છે.જેના આરોપ હંમેશા મોદી સરકાર પર જ લગાવવામાં આવતા રહ્યા છે.

નૂપુર શર્માના સમર્થનમાં 18 લાખ નાગા-સાધુઓ રસ્તા પર ઉતરશે : સંતોએ કહ્યું- અમારી દીકરીને બળાત્કારની ધમકીઓ મળી રહી છે, શાંત નહીં બેસીએ
ગત વર્ષની સરખામણીમાં વધુ મટીરીયલ વપરાયુ છતાં અમદાવાદમાં ૩૧૮ કરોડના ૧૩૨ રોડના કામ હજુ પણ પ્રગતિ હેઠળ
સઉદી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાક.ને આઠ અબજ ડોલર આપવા તૈયાર
વિજયાદશમી પર CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું,મોદીએ શરૂ કરેલી પરંપરા જાળવી રાખી
‘ગૌમાતા બચાવો, ગુજરાત બચાવો’ના નારા સાથે માલધારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Share This Article
Facebook Email Print
Previous Article હિંદુ હોવાનો મને ગર્વ, ભારતને ખૂબ ચાહું છું : બ્રિટીશ PM ઋષિ સુનક
Next Article 50 વર્ષનું કામ મોદી સરકારે માત્ર 6 વર્ષમાં કર્યું : વર્લ્ડ બેંક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up