કોરોનાના આ કપરા કાળમાં પણ રાજકારણીઓથી પોતાની રાજનીતિ છુટતી નથી.સુચારુ રાજનીતિની વાત કરતી કેન્દ્રની ભાજપ સરકારના યુવાન નેતાઓ જ કદાચ પક્ષની લાઇનથી બહાર નીકળી ગયા છે.ભાજપના બે યુવા નેતાઓએ રાહુલ ગાંધીના વ્યક્તિગત જીવન પર ટિપ્પણી કરી છે,જે તેમના લગ્ન સાથે જોડાયેલી હતી.જેથી કોંગ્રેસે સામે પલટવાર કર્યો છે.કોંગ્રેસે પલટવાર કરતાં કહ્યું કે પહેલાં આ યુવાન નેતાઓ પોતાના પક્ષના લોકોના લગ્ન તો કરાવે પછી રાહુલ ગાંધીની ચિંતા કરે.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા રાહુલ કોઠારીએ ટ્વિટ કરીને કહ્યું કે જો રાહુલ ગાંધી લગ્ન કરશે તો તેમના લગ્નો ખર્ચ ભાજપનું યુવા સંગઠન ઉપાડશે.ત્યારબાદ તેમના આ ટ્વિટને શેર કરતા ભાજપના યુવા નેતા અને કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના દિકરા દેવેન્દ્ર તોમરે લખ્યું કે, રાહુલ ગાંધીના લગ્ન માટે તે 21,000 રુપિયા આપશે. બંને નેતાઓના આવા ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું.કોંગ્રેસે બંનેના ટ્વિટ સામે વાંધો ઉઠાવ્યો.
કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો
કોંગ્રસ પ્રવક્તા સૈયદ જફરે કહ્યું કે ભાજપના નેતાઓને પહેલા પોતાની પાર્ટીના નેતાઓનું ધ્યાન રાખવું જોઇએ.ભાજપના જે નેતાઓના લગ્ન નથી થયા પહેલા તેમના લગ્ન કરાવો,જો તેમાં પૈસાની જરુર પડે તો કોંગ્રેસ આપશે.વિવાદ મોટો થતા ભાજપના બંને નેતાએ સ્પષ્ટતા કરવી પડી છે.