ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અસલી હિન્દુ નથી અને તેઓ લક્ષ્મી અને દુર્ગા પર આક્રમણ કરી રહ્યા છે.રાહુલ ગાંધીના આ નિવેદન પર મધ્ય પ્રદેશ BJPના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પલટવાર કર્યો છે.તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના લોહીમાં હિન્દુનું લોહી નથી.રામેશ્વર શર્માએ રાહુલ ગાંધીને માફી માગવાની માગણી કરતા કહ્યું કે દેવી-દેવતાઓનું અપમાન કરવાના કારણે તેઓ કોંગ્રેસના નેતા વિરુદ્ધ ગુરુવારે FIR નોંધાવશે.
ભોપાલથી BJPના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રામેશ્વર શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી જી તમે હિન્દુ નથી અને તમારા પૂર્વજ પણ હિન્દુ નહોતા.અમને પોતાને હિન્દુ કહેવામાં શરમ આવતી નથી.નેહરુ (પૂર્વ વડાપ્રધાન)ના નેતૃત્ત્વમાં દેશનું વિભાજન થયું. હજારો હિન્દુ માર્યા ગયા.ભગવાનનો આભાર માનો કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો જન્મ થયો. મોદી સરકારની નોટબંધી અને GST જેવી યોજનાઓને દેવી લક્ષ્મી અને દુર્ગા પર આક્રમણ બતાવવાને લઈને BJP ધારાસભ્યએ કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા વિરુદ્ધ કેસ દાખલ કરાવશે.તેમણે કહ્યું કે ગુરુવારે હું રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવીશ.દેવી-દેવતાઓનું અપમાન કરવાના કારણે તેમણે માફી માગવી જોઈએ.તમારા માતા (રાહુલ ગાંધીના) અને બનેવી ખ્રિસ્તી છે.નથી લાગતું કે તમારામાં હિન્દુનું લોહી છે.દેવી-દેવતાઓનું અપમાન બંધ કરો.રાહુલ ગાંધીએ બુધવારે RSS અને BJP પર નિશાનો સાધતા કહ્યું હતું કે આ લોકો હિન્દુ નથી એ માત્ર હિન્દુ ધર્મનો ઉપયોગ કરે છે.તેમણે મહિલા એકાઈ અખિલ મહિલા કોંગ્રેસના સ્થાપન દિવસના સમારોહમાં આ દાવો કર્યો હતો કે RSS અને BJPના લોકો મહિલા શક્તિને દબાવી રહ્યા છે અને ભયનો માહોલ બનાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું બાકી વિચારધારાઓ સાથે કોઈ ને કોઈ સમજૂતી કરી શકું છું પરંતુ હું RSS અને BJPની વિચારધારા સાથે ક્યારેય સમજૂતી નહીં કરી શકું. BJP પોતાની જાતને હિન્દુ પાર્ટી કહે છે અને સંપૂર્ણ દેશમાં લક્ષ્મી અને દુર્ગા પર આક્રમણ કરે છે. જ્યાં તેઓ જાય છે ક્યાંક લક્ષ્મીને મારે છે તો ક્યાંક દુર્ગાને મારે છે.તેઓ હિન્દુ ધર્મનો પ્રયોગ કરે છે,તેઓ ધર્મની દલાલી કરે છે પરંતુ તેઓ હિન્દુ નથી.