– શિલ્પાની મુક્તિને રાજસ્થાન પોલીસે પડકારી છે
– ચુંબનનો વિરોધ ન કર્યો એટલે કાવતરાંમાં સહભાગી ગણી લેવાય એ ખોટું , શિલ્પાની દલીલ
મુંબઈ : હોલીવુડના અભિનેતા રિચર્ડ ગેરે પોતાને ચુંબન કર્યું ત્યારે પોતે વિરોધ કર્યો નહોતો એટલો જ આરોપ પોતાની સામે છે અને તેનાથી પોતે કાવતરાખોર અથવા ગુનો આચરનાર બની જતી નથી,એમબોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ૨૦૦૭ના અશ્લીલતાના કેસમાં પોતાને મુક્ત કરતા આદેશ સામેની અપીલ રદ કરવાની અરજીમાં જણાવ્યું છે.
મૂળ ફરિયાદીના હાથે બદીરાદાથી ચલાવાઈ રહેલા કેસનો શિલ્પા શેટ્ટી ભોગ બની છે.શેટ્ટી એક પ્રસ્થાપિત કલાકાર છે અને જાહેર જીવનમાં તેમ જ ખાનગી જીવનમાં હંમેશા જવાબદારભર્યું વર્તન કર્યું છે, એમ શિલ્પાના વકિલ પ્રશાંત પાટીલે જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શેટ્ટીને રાજસ્થાનના અલ્વરમાં ૨૦૦૭માં નોંધાયેલા ફોજદારી કેસમાંથી મુક્તિ આપી હતી.એક કાર્યક્રમમાં ગેરે જાહેરમાં શેટ્ટીને બાથમા ંલઈને ચુંબન કર્યું હતું.આ કેસ ૨૦૧૭મા ંસુપ્રીમ કોર્ટના આદેશથી મુંબઈમાં ંટ્રાન્સફર કરાયો હતો.રાજસ્થાન પોલીસે કેસ રદ કરવાના આદેશને પડકાર્યો હતો.મૂળ ફરિયાદી સામે પોતે અલગ ફોજદારી કેસ કરવાનો અધિકાર ધરાવે છે અને મૂળ ફરિયાદી સામે ભારે રકમનો દંડ કરતો આદેશ અપવામાં અવો એમ જવાબમાં શેટ્ટીએ જણાવ્યું છે.