એજન્સી > નવી િદલ્હી
ફેસબૂકે મુકેશ અંબાણીની ડિજિટલ એસેટ્સમાં ૫.૭ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી તેના ત્રણ દિવસ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઓનલાઇન શોપિંગ પોર્ટલના ટેસ્ટિંગની શરૂઆત કરી હતી.રિલાયન્સ રિટેલના એક ઇ-કોમર્સ સાહસ જિયોમાર્ટને મુંબઈની આસપાસના ત્રણ પડોશી વિસ્તારોમાં લાઇવ કરવામાં આવ્યું હતું, વિશ્વના સૌથી મોટા લોકડાઉન હેઠળ ભારતના વોટ્સએપના ૪૦ કરોડ યુઝર્સનું એક્સેસ આપતા સોદાનો લાભ મળી રહ્યો છે.આ પોર્ટલ શરૂ કરવા સાથે એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિને ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં એક હિસ્સા માટે Amazon.com Inc.તથા Walmart Incના ફ્લિપકાર્ટ ઓનલાઇન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ સામે સ્પર્ધા કરવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ સ્થાપવાના તેના લક્ષ્યની એક કદમ નજીક લાવી દીધા છે,જે બજાર માટે કેપીએમજી કહે છે કે ૨૦૨૭ સુધીમાં તે વધીને ૨૦૦ અબજ ડોલરનું થઈ જશે.ફેસબૂક આશા રાખે છે કે જિયોમાર્ટ સાથેની ભાગીદારી ગ્રાહકો સાથે કનેક્ટ થવા માટે નાના બિઝનેસિસ માટે વોટ્સએપને પ્રાથમિક માધ્યમ બનાવવામાં મદદ કરશે.
ફિનોવિટી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક વિક્રમન પીએનએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇનને લગતા અવરોધોને ધ્યાનમાં રાખીએ તો આ શરૂઆત સૌથી કઠિન સમયમાં થઈ રહી છે.પરંતુ રિલાયન્સ ફેસબૂક સાથેના તેના સોદાને પગલે વિવિધ રાજ્યોમાં તેના પાઇલટ પ્રોજેક્ટને પ્રસારશે.તથા જિયોમાર્ટના વિસ્તરણમાં વોટ્સએપ મહત્ત્વની ભૂમિકા ભજવશે.ગ્રાહકોએ તેમના ફોનમાં જિયોમાર્ટનો વોટ્સએપ નંબર 8850008000 ઉમેરવાનો રહેશે. જિયોમાર્ટ ઓર્ડર પ્લેસ કરવા માટે એક લિન્ક ઉપલબ્ધ કરાવે છે. એક વાર ઓર્ડર પ્લેસ થાય તે પછી તેને વોટ્સએપ પર ગ્રોસરી સ્ટોર સાથે શેર કરવામાં આવે છે.ગ્રાહકને ઓર્ડરની વિગતની તથા સ્ટોરની વિગતની જાણ કરવામાં આવે છે,તેમ જિયોમાર્ટલાઇટની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.જો કે, રિલાયન્સના એક પ્રવક્તાએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.