મુંબઈ,
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર(NCD) ઈશ્યૂ કરીને રૂ.8500 કરોડ ઊભા કરી લીધા છે.ડેટ માર્કેટમાં કંપનીએ 7.20 ટકા વ્યાજ ઓફર કરીને આ ફંડ ઊભું કરી લીધું છે.રિઝર્વ બેન્કે ગત 27 માર્ચે સ્પેશ્યલ રેપો ઓપરેશન્સ(જે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ TLTRO તરીકે ઓળખાય છે.શરૂ કર્યું છે ત્યારથી ડેટ માર્કેટમાં ખાસ્સા એવા નાણાં ઠલવાયા છે.રબીઆઈના આ TLTRO અંતર્ગત બેન્કોને રેપો રેટ પર એટલે કે 4.40 ટકા વ્યાજ પર નાણાં ઉપલ્ધ કરાવે છે.
કંપનીએ રેપો રેટ પર 280 બેસીસ પોઈન્ટ(2.80 ટકા) પ્રીમિયમનું કૂપન ઓફર કર્યું છે.કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે એનસીડી ઈશ્યૂ દ્વારા રૂ.8500 કરોડ ઊભા કરી લીધા છે.આ ઈશ્યૂ અંતર્ગત રૂ.4000 કરોડના ત્રણ વર્ષની ફિક્સ્ડ મુદ્દતના ઈશ્યૂ પર 7.20 ટકા કૂપન અને રૂ.4500 કરોડના ઈશ્યૂ પર ફ્લોટિંગ રેટ 7.20 ટકા રહેશે,જે રેપો રેટ કરતાં 280 બેસીસ પોઈન્ટ વધારે છે.
ગુરુવારે બજારમાં આવેલા આ ઈશ્યૂમાં મોટાભાગે એસબીઆઈ,એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કે સબસ્ક્રાઈબ કર્યું હતું. કંપનીએ બે તબક્કામાં રૂ.9000 કરોડ ઊભા કરવાનું નક્કી કર્યું હતું જેમાં બે તબક્કામાં રૂ.4500 કરોડ મેળવવાની ગણતરી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ કેશ ધરાવતી કંપની છે અને સૌથી વધુ ઋણ ધરાવતી પણ કંપની છે,જેનું માર્ચ 2020ના અંતે રૂ.1.54 લાખ કરોડનું દેવું છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે કંપની એનસીડી મારફતે મેળવેલા નાણાં હાલમાં રૂપી કરન્સીમાં લીધેલી લોન પરત ચૂકવવામાં ઉપયોગમાં લેશે અને પ્રાઈવેટલી પ્લેસ્ડ ડિબેન્ચર્સ સિરીઝ K1 હેઠળ 30,000 અનસિક્યોર્ડ રિડિમેબલ ફિક્સ્ડ કૂપન, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે ઈશ્યૂ કરશે. પ્રત્યેક એનસીડીની ફેસ વેલ્યૂ રૂ.10 લાખ છે અને આ રીતે સમગ્ર ઈશ્યૂ રૂ.3000 કરોડનો રહેશે જેમાં રૂ.1500 કરોડના ઓવરસબસ્ક્રીપ્શનનો ગ્રીન-શૂ ઓપ્શન રહેશે.