– ફેસબુક પાછળ વિસ્ટા જિઓ પ્લેટફોમ્ર્સમાં ત્રીજા નંબરના સૌથી મોટા રોકાણકાર
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેકનોલોજી ક્ષેત્રમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં ત્રીજા હાઇ પ્રોફાઇલ રોકાણમાં અમેરિકા સ્થિત ખાનગી ઇકિવટી કંપની વિસ્ટા ઇકિવટી પાર્ટનર્સ ૧૧,૩૬૭ કરોડ પિયામાં જિઓ પ્લેટફોર્મમાં ૨.૩૨ ટકા હિસ્સો ખરીદશે.આ સાથે જિઓ પ્લેટફોમ્ર્સે હવે ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અગ્રણી ટેકનોલોજીના રોકાણકારો પાસેથી ૬૦,૫૯૬.૩૭ કરોડ પિયા એકઠા કર્યા છે.વિસ્ટા ઈકિવટી પાર્ટનર્સના રોકોણનું ઇકિવટી મુલ્ય ૪.૯૧ લાખ કરોડ થાય છે.યારે એન્ટરપ્રાઇઝ મુલ્ય ૫.૧૬ લાખ કરોડ થાય છે.આ સોદાની કિંમત થોડા દિવસો પહેલા જિઓ પ્લેટફોર્મના ૧.૧૫ ટકા હિસ્સેદારી માટે યુએસ સ્થિત ખાનગી ઇકિવટી કંપની સિલ્વર લેક દ્રારા ચૂકવવામાં આવેલી કિંમતને સમાન છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પાછળ વિસ્ટા જિઓ પ્લેટફોમ્ર્સમાં ત્રીજા નંબરના સૌથી મોટા રોકાણકાર છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ વિસ્ટા સાથેના જોડાણ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ‘ વિશ્વવ્યાપી ટેકરોકાણકાર સંસ્થાન વિસ્ટાને આવકારતા મને આનદં થાય છે.અમારા અન્ય સાથીઓની જેમ વિસ્ટા પણ સમાન વિઝન ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમના વિસ્તાર અને વિકાસમાં જોડાશે જેનો લાભ દરેક ભારતીયને મળશે’ તેઓએ ઉમેર્યુ કે ‘ વિસ્ટાના બંને લિડર રોબર્ટ અને બ્રાયનમાં મને ઉતકૃષ્ટ્ર ટેકનોલોજી લીડર નજરે પડે છે.એમનો પરિવાર ગુજરાતનો છે અને તેઓ ભારતની ડિજીટલ સોસાયટીના આમુલચૂર પરિવર્તનમાં વિશ્વાસધરાવે છે.જિઓના લાભાર્થે વિસ્ટા વૈશ્વિક સ્તરે તેના રોકાણોમાં જે વ્યાવસાયિક કુશળતા અને મલ્ટિ-લેવલ સપોર્ટ આપે છે તેનો લાભ લેવા માટે અમે ઉત્સાહિત છીએ.


