ખતરનાક એવો કોરોના વાયરસ દુનિયા આખીમાં તાંડવ મચાવી રહ્યો છે. 15 હજારથી પણ વધારે મોતને ભેટ્યા છે. પણ હજી સુધી કોરોના વાયરસ અને તેનો ફેલાવો નિયંત્રણમાં નથી. ત્યારે કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહી શકે છે.
કોરોના વાઈરસના કેસની સંખ્યા અને મૃત્યુઆંક કુદકે ને ભુસકે વધી રહ્યા છે. હવે નવા અધ્યયનને ધ્યાનમાં રાખીને તબિબિ સ્ટાફે સાવધાનીના શુ પગલા લેવા તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિચારણા કરી રહ્યું છે.
WHOના ડોક્ટર મારિયા વાન કેરખોવેએ કહ્યું હતું કે, નાનકડા ટીપાંમાંથી, નાના અમથા પ્રવાહીમાંથી કોરોના એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. મોટા ભાગે છીંક કે કફ દ્વારા તે ફેલાય છે. હવામાં આ વાઈરસ લાંબો સમય રહી શકે છે. જ્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરતા હોય ત્યારે મેડીકલ સ્ટાફે આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
WHOએ કહ્યું છે કે, આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેસાય છે, સાથે છીક અને કફ દ્વારા પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. તે હવામાં પણ એકજગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, પરંતુ વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણે કેવું છે તેના પર તેની તિવ્રતાનો ખ્યાલ આવે છે. વિવિધ રીસર્ચમાં જણાવાયા પ્રમાણે આ વાઈરસના જીવીત રહેવાનો સમયગાળો કેટલો હશે તેનો આધારે વાઈરસ કઈ વસ્તુ ચોટેલો છે તેના પર છે. સંસ્થાએ મેડીકલ સ્ટાફને N95 માસ્ક પહેરવાની સલાહ આપી છે, કારણે કે તે 95 ટકા પ્રવાહીને ફિલ્ટર કરે છે.
કોરોના વાયરસ કોપર અને સ્ટીલ પર વાઈરસ 2 કલાક જીવીત રહી શકે છે. જ્યારે કારબોર્ડ અને પ્લાસ્ટિક પર તો તે લાંબો સમય જીવીત રહી શકે છે. જેને લઈને WHO ભારે ચિંતિત છે.


