ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ વખતે રિસોર્ટ પોલિટિક્સને બદલે સ્લોટ પાડી વોચ ગોઠવીને પોતાના ધારાસભ્યો બચાવવાની ફોર્મ્યુલા અપનાવી છે.હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાને કારણે ઓછુ થતુ જાય છે.કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની કવાયત કેવુ કામ કરે છે તે તો સમય જ કહેશે. પણ ભાજપનું હોર્ષ ટ્રેડિંગ હાલ કોંગ્રેસની હારને વધુ મજબૂત બનાવી રહ્યુ છે.
કાંગ્રેસે ધારાસભ્યોને સાચવવાની કવાયત હાથ ધરી
કેવી રીતે કરશે ડેમેજ કંટ્રોલ
ગુજરાતમાં રાજ્યસભા 2020માં 4 બેઠકની ચૂંટણી રસાકરસી ભરી રહી છે.ભાજપ કોઈપણ ભોગે 4માંછી 3 બેઠક પર કબજો મેળવવા કટીબદ્ધ છે ત્યારે કોંગ્રેસ પણ પોતાનો એક્કો જમાવવા 2 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.પણ ભાજપનો કોંગ્રેસના નેતાઓને તોડવાનો દાવ હાલ કારગત નીવડી રહ્યો છે. ધીરે ધીરે એક પછી એક ભાજપે કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યો તોડ્યા છે.હાલ કોંગ્રેસની સ્થિતિ ખરેખર કટોકટી ભરેલી છે ત્યારે કોંગ્રેસે ભાજપની જડતોડની નીતિ સામે પોતાની નવી ફોર્મ્યુલા બનાવી છે.માર્ચમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર રિસોર્ટ લઈ જવાયા હતા.
શું છે કોંગ્રેસની રણનીતિ?
ગુજરાત કોંગ્રેસે ધારાસભ્યોને સાચવવા માટે આ વખતે જયપુર રિસોર્ટ કે બીજે ક્યાંય લઈ જવાને બદલે નવો રસ્તો શોધી નાંખ્યો છે.આ વખતે ધારાસભ્યોના 10-10ના ગૃપ બનાવીને તેમની સાથે રોજે રોજ ટેલિફોનીક વાતચીતથી સંપર્ક રાખી.ધારાસભ્યો ભાજપમાં ભળી ન જાય તેની ખબર રાખવામાં આવશે.ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે તેમને ઝોન પ્રમાણે તેમના વિસ્તારમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે.10 ધારાસભ્યોને વિસ્તાર પ્રમાણે ગ્રુપ પાડીને રાખવામાં આવશે.વિસ્તારની નજીકની જગ્યાએ ધારાસભ્યોને ટીમમાં રાકવામાં આવશે.આ ધારાસભ્યો સાથે સિનિયર નેતાઓ ટેલિફોનિક ડેઈલી રિપોર્ટ લેશે.
આજે કોંગ્રેસમાંથી પડ્યુ રાજીનામું
કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યુ છે.બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.તેમણે સોનિયા ગાંધીને મેલ કરીને રાજીનામું આપ્યુ હતુ.જેમાં તેમણે જણાવ્યું હતુ કે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું.કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ધારાસભ્ય બ્રિજેસ મેરજા.
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે.ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, મીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી.પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.