આ નોટની ખાસિયત એ હશે કે તે જલ્દી ફાટશે નહી, તે વર્તમાન નોટની તુલનામાં બેગણી ટકાઉ હશે
નવી દિલ્હી, તા.૪: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) જલ્દી જ ૧૦૦ રૂપિયાની નવી નોટ જારી કરવાની છે. આ નોટની ખાસિયત એ હશે કે તે જલ્દી ફાટશે નહીં. તે વર્તમાન નોટની તુલનામાં બેગણી ટકાઉ હશે. સરકારે આરબીઆઇ દ્વારા પાંચ કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષણ આધારે ૧૦૦ રૂપિયાના મુલ્યો વાળી એક અરબ વાર્નિશ લાગેલી નોટોની શરૂઆત કરવાની અકિલા મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્ક (RBI) જલ્દી જ ૧૦૦ રૂપિયાની નવી નોટ લાવશે ૧૦૦ રૂપિયાની નવી નોટની મોટી ખાસિયત એ હશે કે તે જલ્દી ફાટશે નહીં નવી નોટ વર્તમાન નોટની તુલનામાં બેગણી ટકાઉ હશે નાણા રાજય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક સવાલના લેખિત જવાબમાં મંગળવારે રાજયસભામાં આ જાણકારી આપી. તેઓએ કહ્યું કે સરકારે આરબીઆઇ દ્વારા પાંચ કેન્દ્રો, શિમલા, જયપુર, ભૂવનેશ્વર, મૈસૂર અને કોચ્ચીમાં પ્રાયોગિક પરીક્ષણ આધારે ૧૦૦ રૂપિયાના મુલ્ય વાળી એક અરબ વાર્નિશ લાગેલી બેન્ક નોટોની શરૂઆત કરવાની મંજૂરી આપી છે. તેનાથી બેન્ક નોટ વધારે સમય સુધી ઉપયોગ કરવા લાયક રહેશે. નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નહીં રહે. તેનું કારણ છે કે નવી નોટ ન જલ્દી કપાઇ જશે અને ન જલ્દી ફાટી જશે. કેમકે તેના પર વાર્નિશ પેન્ટ ચઢાવેલું હશે. હાં, એ જ વાર્નિશ પેન્ટ જે આપણે લાકડા અથવા ધાતુને પેન્ટ કરતા સમયે ઉપયોગ કરીએ છીએ. ભારત પહેલો દેશ નથી, જયાં વાર્નિશ નોટનો ઉપયોગ કરવામાં આવશે. વર્તમાન સમયમાં દુનિયાના દ્યણા દેશોમાં વાર્નિશ નોટોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેન્કે પણ તેને દેશમાં અજમાવવાનો નિર્ણય લીધો છે. નોટોને ગંદકીથી બચાવવા માટે ઘણા દેશોમાં પ્લાસ્ટિક નોટોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન નોટ જલ્દી જ ખરાબ થઇ જાય છે. આ જલ્દી જ કપાઇ જાય છે, ફાટી જાય છે અથવા તો મેલા થઇ જાય છે. રિઝર્વ બેન્કને દર વર્ષે લાખો કરોડ રૂપિયાની ગંદી કપાઇ ગયેલી-ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે. તેના પર ખુબ જ ખર્ચ કરવો પડે છે. આ સમસ્યાથી મુકિત મેળવવા માટે ઘણા દેશ પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે.