અટકળોનો દોર શરૃઃ શું પરીમલ નથવાણી ત્યાંથી રાજયસભા લડશે
મુંબઇ : રીલાયન્સના પરિમલ નથવાણીનું રાજ્યસભાના સાંસદનું પદ 9 એપ્રિલ 2020માં પૂરું થાય છે. તેઓ ઝારખંડ છોડીને આંધ્ર પ્રદેશ સુધી કેમ જવું પડ્યું તે અંગે નવી વાત બહાર આવી છે. હાલમાં જ મુકેશ અંબાણી સામેથી આંધ્રના સીએમ જગનમોહન રેડ્ડીને મળ્યા હતા.ત્યારપછી એવી અટકળો લાગી રહી છે કે પરિમલ નથવાણી આ વખતે ઝારખંડ અકિલા છોડીને ત્યાંથી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે. તેની પાછળનું કારણ એવું અપાઇ રહ્યું છે કે પહેલાં તો ઝાડખંડ રાજ્યમાં હવે ભાજપની સરકાર નથી. ભાજપે પરિમલ નથવાણીને ચૂંટીને મોકલતો રહ્યો હતો. આ વખતે આંધ્ર પ્રદેશની બેઠક પરથી નથવાણીને ચૂંટાવાં માંગતા હતા. જો મુકેશ અંબાણી કહે તો જ નથવાણીને આધ્રથી ટિકિટ મળી શકે તેમ હતી. તેથી પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહીને મુકેશ અંબાણી રેડ્ડીને મળીને નથવાણી માટે વિનંતી કરે એવું કહ્યું હોવાનું સૂત્ર કહી રહ્યાં છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અને પરિમલ નથવાણી અમરાવતીમાં જગનમોહન રેડ્ડીને સામે ચાલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને બંધબારણે બેઠક ચાલી હતી. જેમાં પરિમલ નથવાણીને રાજ્ય સભાની બેઠક માટે ટિકિટ આપવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ હવે નથવાણી આંધ્રથી રાજ્યસભાના સભ્ય બને તેમ છે, તેમ સૂત્રો જણાવે છે. મુકેશ અંબાણી રિલાયંસ કનિદૈ લાકિઅ માટે ક્યારેય ગુજરાતના મુખ્ય પ્રધાનને કે કોઈ મુખ્ય પ્રધાનને મળવા મોટા ભાગે ગયા નથી. તેઓ પોતાની ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ વ્યક્તિ રાજકારણમાં સીધા જાય એવું ક્યારેય ઈચ્છતાં નથી. પણ પરિમલ નથવાણીના કારણે તેમણે આંધ્રના મુખ્ય પ્રધાનને મળવા માટે જવું પડ્યું છે.
રીલાયન્સના વડા મુકેશ અંબાણી આંધ્રના મુખ્યમંત્રી મળ્યાઃ અટકળોનો દોર શરૃઃ

Leave a Comment

