– રશિયા સાથેના સ્પેસ પ્રોગ્રામ પર કોઈ પ્રતિબંધ નથીઃ નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અમેરિકા અને રશિયા સાથે મળીને કામ કરે છે
અમેરિકનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાની વિરુદ્ધમાં કેટલાક પ્રતિબંધ લગાવ્યા. તેમા કેટલાક પ્રતિબંધ એવા હતા જે રશિયાના સ્પેસ પ્રોગ્રામને નબળો પાડી દેશે.યુક્રેન પર હુમલો કરવાના લીધે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસ્યા છે.બાઇડેને જણાવ્યું હતું કે અમે લગાવેલા પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો આપશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને જણાવ્યું હતું કે અમારા પ્રતિબંધોના લીધે રશિયાની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને ઘણુ નુકસાન થશે.આ પ્રતિબંધોમાં રશિયાનું લશ્કર,મેરીટાઇમ ઉદ્યોગ,આર્થિક સંસ્થાઓ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના લોકો પર પ્રતિબંધ મૂકાયો છે.
વ્હાઇટ હાઉસે રશિયાના સ્પેસ પ્રોગ્રામ પર કોઈપણ સીધો પ્રતિબંધ લગાવ્યો નથી.પણ કેટલીક સંવેદનશીલ ટેકનોલોજીઓની રશિયાને નિકાસ રોકી દેવાઈ છે.આ ટેકનિકોનો ઉપયોગ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે.અમેરિકાએ રશિયાની સામે સેમી કંડક્ટર્સ,ટેલિકમ્યુનિકેશન,એન્ક્રિપ્શન સિક્યોરિટી,લેજર્સ,સેન્સર્સ,નેવિગેશન,એવિયોનિક્સ અને મેરીટાઇમ ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
હવે સવાલ એ છે કે અમેરિકાના આ પ્રતિબંધોની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ચાલતા કામકાજ પર શું અસર પડશે. સ્પેસ સ્ટેશન,ઓર્બિટ્રલ પ્રવાસ અને એસ્ટ્રોનોટ્સ ટ્રેનિંગ માટે અમેરિકા અને રશિયા વચ્ચે એક સમજૂતી છે.અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધો અંગે અમેરિકન એજન્સી નાસાએ જણાવ્યું હતું કે સ્પેસ સ્ટેશનમાં રશિયાની પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ લગાવાયો નથી.
નાસા અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ ભવિષ્યમાં પણ જોડે મળીને સ્પેસ મિશન જારી રાખશે.આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ કરતા રહેશે.નાસાએ જણાવ્યું હતું કે ઓર્બિટલ મિશન અને ગ્રાઉન્ડ સ્ટેશન ઓપરેશન પર અમે રશિયાની સાથે મળીને કામ કરી રહ્યા છીએ.તેમા કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવાઈ રહ્યો નથી.


