– માત્ર 103 દિવસમાં ‘રૂચી સોયા’ નો શેર 8,818% ઉછાળોને માર્કેટ કેપ 40,576 કરોડ રૂપિયા પર પહોંચી ગયું : કાયદાની વિરુદ્ધ પ્રમોટરોનો કંપનીમાં 99.03% હિસ્સો : ન્યૂઝફર્સ્ટનો ધડાકો
એવા અહેવાલો આવી રહ્યા છે કે માત્ર 103 દિવસમાં 8,818% ઉછાળનાર ‘રૂચી સોયા’ હવે સેબીના રડાર હેઠળ આવી છે.નાના રોકાણકારો કે જેમણે સેબીના દરવાજા ખખડાવ્યા છે,તેઓ કહે છે, ‘અમને ધુતી લેવામાં આવ્યા છે ‘ અને મોટા ઓપરેટરો દ્વારા મોટા પાયે ઇન્સાઇડર ટ્રેડિંગ કરવામાં આવ્યું છે.રૂચી સોયાના પ્રમોટરોની 31 માર્ચ, 2020 સુધીમાં કંપનીમાં 99.03% હિસ્સો છે,જે કાયદાની વિરુદ્ધ છે.માત્ર 103 દિવસના ગાળામાં રૂચિ સોયાની માર્કેટ કેપ 40,576 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
રુચિ સોયા સિવાય, ગુજરાત સ્થિત એક કંપની પણ સેબીના રડારમાં આવી છે.આ કંપની પાસે બહુ નાના પાયે ઓર્ડર હોવા છતાં,ખૂબ જ ઝડપી સમયમાં સ્ટોક એક્સચેંજ પર 900% નો કૂદકો લગાવ્યો છે.ફરિયાદો પછી,હવે કંપનીની સ્ક્રિપ્ટ ‘ગ્રીન’ થી ‘રેડ’ ઝોન પર ટ્રેડ કરી રહી છે.સેબીમાં પહોંચેલા નાના રોકાણકારો કહે છે,બંને કંપનીઓના શંકાસ્પદ પ્રમોટરો દ્વારા રોકાણકારોને લૂટવામાં આવ્યા છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે.


