By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રૂપિયો ૭૫.૨૦ની નવી નીચી સપાટીએ, ડોલર સામે ૮ પૈસા ઘટયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > રૂપિયો ૭૫.૨૦ની નવી નીચી સપાટીએ, ડોલર સામે ૮ પૈસા ઘટયો
BusinessGeneralNational

રૂપિયો ૭૫.૨૦ની નવી નીચી સપાટીએ, ડોલર સામે ૮ પૈસા ઘટયો

HM News
Last updated: 21/03/2020 11:28 AM
HM News
5 years ago
Share
SHARE

। મુંબઈ ।

શુક્રવારે આખા વિશ્વમાં કોરોના વાઈરસના કેસ વધતા અને મૃત્યુઆંક ૧૦,૦૦૦ની ઉપર જતા તેમજ વૈશ્વિક ઈકોનોમીમાં મંદી વધવાનાં એંધાણને કારણે ફોરેક્સ માર્કેટમાં ગભરાટભર્યું વલણ ચાલુ રહ્યું હતું. ડોલર સામે રૂપિયો વધુ ૮ પૈસા ઘટયો હતો અને ૭૫.૨૦ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો ૭૪.૮૨નાં ઊંચા મથાળે ખુલ્યો હતો અને મજબૂત બનીને ૭૪.૭૨ની ઊંચી સપાટી બનાવી હતી પણ કોરોના ફીવરને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને ૮ પૈસા ઘટીને ૭૫.૨૦ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે રૂપિયો ૭૫.૧૨ની કિંમતે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો

શુક્રવારે દેશનાં બંને મુખ્ય શેરબજારોમાં રોકાણકારોની બલ્લે બલ્લે રહી હતી. બીએસઈ સેન્સેક્સ ૧૬૨૭.૭૩ પોઈન્ટ કે ૫.૭૫ ટકા વધીને ૨૯૯૧૫. ૯૬ પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૮૨ પોઈન્ટ કે ૫.૮૩ ટકા વધીને ૮૭૪૫.૪૫ પોઈન્ટ બંધ રહ્યો હતો. શુક્રવારે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ. ૬.૩૨ લાખ કરોડનો વધારો થયો હતો. જો કે ગુરુવારે વિદેશી રોકાણકારો નેટ સેલર્સ રહ્યા હતા અને બજારમાંથી રૂ. ૪૬૨૨.૯૩ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડ તેલ વાયદો ૨.૪૬ ટકા વધીને બેરલદીઠ ૨૯.૧૭ ડોલર રહ્યો હતો. મોદી સરકાર દ્વારા કોરોના સ્પેશ્યલ ફંડ રચવામાં આવતા બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું અને રોકાણકારોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. જો કે નિષ્ણાતોનાં મતે બજારમાં હજી અફરાતફરી ચાલુ રહેવાની શક્યતા છે.

બજારમાં તેજીનાં કારણો

છેલ્લા ચાર દિવસનાં ઘટાડા પછી રોકાણકારોની શેરોમાં ઘટયા મથાળે વધેલી ખરીદી
અમેરિકા સહિત અનેક દેશો દ્વારા રાહત પેકેજની જાહેરાત
અમેરિકા સહિત એશિયાનાં બજારોમાં તેજી.
ક્રૂડ ઓઈલનાં ભાવમાં બે દિવસથી તેજીને કારણે સેન્ટિમેન્ટ સુધર્યું.
વિદેશનાં બજારોમાં સુધારો

યુરોપનાં બજારોમાં બ્રિટનનો FTSE ૧.૨૩ ટકા, ફ્રાન્સનો CAC ૫.૩૬ ટકા અને જર્મનીનો DAX ૪.૩૧ ટકા વધ્યો હતો. જ્યારે એશિયાનાં બજારોમાં જાપાનનો નિક્કી ૧.૦૪ ટકા ઘટયો હતો પણ શાંઘહાઈનો ઈન્ડેક્સ ૧.૬૧ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ૪.૯૪ ટકા વધ્યો હતો.

અમેરિકાનો ડાઉ જોન્સ ૨૮૩ પોઈન્ટ અપ

આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકાનો ડાઉ જોન્સ ૨૮૩ પોઈન્ટ ઊંચામાં ટ્રેડ થતો હતો. નાસ્ડેક ૧૮૯ અને એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સ ૩૭ પોઈન્ટ અપ ટ્રેડ થતો હતો.

બ્લેક લિસ્ટેડ લલ્લુજી એન્ડ સન્સ પર રૂપાણી સરકાર મહેરબાન, વિવાદો છતા મોટો કોન્ટ્રાક્ટ પધરાવી દીધો
બારડોલી નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 5 મિલકતો સીલ, એકના નળ અને ગટર કનેક્શન કપાયા
આ તે કેવી સજા ! ૪૦૦ વ્યકિતઓ સામે મહિલાને નગ્ન કરીને નવડાવાઇ
દેશનું નામ ‘ભારત’ કરવાની ચર્ચા પર ‘INDIA’ ગઠબંધન થયું લાલચોળ, મમતા-પવાર સહિતના દિગ્ગજોએ જાણો શું કહ્યું
શિવસેનાના બંધારણમાં ઉદ્ધવ ઠાકરેએ ફેરફાર કરવાથી શિંદેએ બળવો કર્યો?
Share This Article
Facebook Email Print
Previous Article કોલ સપ્લાય કેસમાં વેદાન્તા, અદાણી પાવર સહિત 20 કંપનીઓ સકંજોમાં, CBIએ કેસ નોંધ્યો
Next Article પ૭ નવા કેસ : કુલ રપ૮ દર્દી : ૬૭૦૦ ઓબ્ઝર્વેશનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up