By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રેપ કેસ મામલે BJP નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રેપ કેસ મામલે BJP નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ
GeneralNational

રેપ કેસ મામલે BJP નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ

HM News
Last updated: 20/08/2022 7:01 AM
HM News
3 years ago
Share
SHARE

– દિલ્હી નિવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી અદાલતમાં અરજી દાખલ કરી હુસૈન વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાની અપીલ કરી હતી

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર : કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે.શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવશે.હકીકતમાં, એક જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
એટલું જ નહીં કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનની બેન્ચે પોલીસે થોડા વર્ષ પહેલા પીડિત મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે, પોલીસ આ મામલે FIR દાખલ કરવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે.દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.

દિલ્હી નિવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી અદાલતમાં અરજી દાખલ કરી હુસૈન વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાની અપીલ કરી હતી.મહિલાનો આરોપ હતો કે, શાહનવાઝ હૂસૈને છતરપુર ફાર્મહાઉસમાં તેની સાથે રેપ કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ અગાઉ પોલીસે નિચલી અદાલતમાં રિપોર્ટ રજૂ કરીને કહ્યું હતું કે, શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ નથી બનતો.નિચલી અદાલતે તેના નિર્ણયમાં પોલીસની દલીલને ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા.શાહનવાઝ હુસૈન ત્રણ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં પણ મંત્રી હતા.

પોર્નોગ્રાફી કેસમાં સ્ટેટમેન્ટ નોંધાવવા પ્રોપર્ટી સેલની ઓફિસે પહોંચી શર્લિન ચોપડા
કોંગ્રેસ પર દયા આવે છે કે,તેમની પાસે રાહુલ ગાંધી જેવા નેતા છે : નાણા મંત્રીનો વળતો પ્રહાર
આવતીકાલથી છૂટછાટ પણ લોકોએ બદલવી પડશે જીવનશૈલી
કોંગ્રેસને લપેટીને ઈટાલિયાના “નીચ” શબ્દને મોદીનો જવાબ, મૌતના સૌદાગરને પણ ના ભૂલ્યા
બારડોલી સુગર ફેકટરીમાં ગૂંગળામણની ઘટના: કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી
Share This Article
Facebook Email Print
Previous Article સોમાલિયાની મોગાદિશુ ખાતે જાણીતી હોટલમાં મોટો આતંકી હુમલો : 10 લોકોના મોત
Next Article ન્યૂયોર્ક ટાઇમ્સમાં મનીષ સિસોદિયાની તસવીર પર વિવાદ, અખબારે આપ્યો આ જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up