કોરોના વાયરસની અસર રેલવેની સેવાઓ પર પણ પડી છે. મધ્ય રેલવેએ કોરોના વાયરસના સાવચેતીના પગલા રૂપે 31 માર્ચ સુધી 22 ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 17 માર્ચથી લઈને 31 માર્ચ સુધી 22 ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે નહીં.
જે ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે તેમાં મુંબઈથી પુણેની વચ્ચે ચાલનારી 11007 દક્કન એક્સપ્રેસ અને પુણેથી મંબઈની વચ્ચે ચાલનારી 11008 ડેક્કન એક્સપ્રેસ સામેલ છે. આ ટ્રેનોનું 17 માર્ચથી 31 માર્ચ દરમિયાન 15 ચક્કર નિર્ધારિત હતા પણ હવે તે રદ્દ કરી દેવામાં આવી છે.તેના સિવાય મુંબઈથી નાગપુર અને નાગપુરથી મુંબઈની વચ્ચે ચાલનારી 11201 તથા 11202 અજની એક્સપ્રેસ, મુંબઈથી નાગપુર અને નાગપુરથી મુંબઈની વચ્ચે ચાલનારી 11401 તથા 11402 નંદીગ્રામ એક્સપ્રેસ, પુણેથી અમરાવતી અને અમરાવતીથી પુણેની વચ્ચે ચાલનારી 11405 તથા 11406 અમરાવતી એક્સપ્રેસ, પુણેથી નાગપુર અને નાગપુરથી પુણે વચ્ચેની હમસફર, મુંબઈથી મનમાડ઼ અને મનમાડ઼થી મુંબઈ વચ્ચે ચાલતી મનમાડ઼ એક્સપ્રેસ, મુંબઈથી પુણે અને પુણેથી મુંબઈની વચ્ચે ચાલતી પ્રગતિ એક્સપ્રેસ અને ભૂસાવલથી નાગપુર અને નાગપુરથી ભૂસાવલની વચ્ચે ચાલતી 22111 તથા 22112 ભૂસાવલ નાગપુર ઈન્ટરસિટી સામેલ છે.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા હજરત નિઝામુદ્દીથી મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ અને છત્રપતિ શિવાજી ટર્મિનલથી નિઝામુદ્દીનની વચ્ચે ચાલતી 22222 તથા 22221 રાજધાની એક્સપ્રેસને પણ 17 માર્ચથી 31 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે.
હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનલ અને છત્રપતિ શિવાજી ટર્મિનલથી હાવડાની વચ્ચે ચાલતી 12262 તથા 12261 દુરંતો એક્સપ્રેસને પણ 17 માર્ચથી 31 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. ગુલબર્ગાથી હૈદરાબાદની વચ્ચે ચાલતી 11307 તથા 11308 ઈંટરસિટીને પણ 17 માર્ચથી 31 માર્ચ સુધી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.