મુંબઇ, તા.૩૧: લોકડાઉનને કારણે પેસેન્જર ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન રદ કરવાને કારણે અત્યાર સુધીમાં પશ્ચિમ રેલવેને ૧૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું,એવું પશ્યિમ રેલવેએ જણાવ્યું હતું.૨૨ માર્ચ પહેલા ૭૮.૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ,જયારે ૨૩થી ૨૯મી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન ૧૦૦.૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.સબર્બન અને નોન-સબર્બન રેલવેની લોકલ તથા લાંબા અંતરની ટ્રેન રદ થવાને કારણે ૨૯જ્રાક માર્ચ સુધીમાં મુંબઈ ડિવિઝનમાં નવ લાખ જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી,જયારે ૨૯મી માર્ચ સુધીમાં ૬૨.૧૧ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ૨૩ માર્ચથી ભારતીય રેલવેએ તમામ મેલ-એકસ્પ્રેસ સહિત પેસેન્જર ટ્રેનની સુવિધા બંધ કરી હતી.