નવી દિલ્હી તા. 1 : નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને આજે કેન્દ્રીય બજેટ રજુ કરતા સમયે રેલવે માટે રૂ.1.10 લાખ કરોડની બજેટ ફાળવણી જાહેર કરી છે.દેશમાં છેલ્લા 2 વર્ષથી અલગથી રેલવે બજેટ રજુ કરવાની પરંપરા ખત્મ કરવામાં આવી છે. અને મુખ્ય બજેટની અંદર જ રેલવેની જોગવાઇઓનો સમાવેશ કરી લેવાય છે.જે મુજબ રેલવેને 2021-22 ના વર્ષ માટે રૂ.1,10,055 કરોડ ની ફાળવણી કરી છે.જેમાં મુળી ખર્ચ પેટે કે એટલેકે યોજનાઓ માટે 1,07,100 કરોડની ફાળવણી થઇ છે. નાણામંત્રીએ જાહેર કર્યુ છે ડીસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં તમામ બ્રોડગેજ લાઇનનું વીજળીકરણ પુરુ કરવામાં આવશે. 2030 સુધીમાં ભારતીય રેલ યોજના તૈયાર કરવામાં આવી છે.જેમાં સમગ્ર રેલવે સીસ્ટમ અતી આધુનીક બની જાશે.અને તેનાથી ઉધોગો માટેનો ટ્રાન્સપોટેશન ખર્ચ પણ ઘટશે.રેલવેના ભાડા કે નુરમાં વધારા અંગે નાણા મંત્રીએ કોઇ સંકેત આપ્યો નથી.પરંતુ માનવામાં આવે છે કે જે રીતે ભારતીય રેલવે હાલ ખાસ ટ્રેન દોડાવી રહયુ છે અને આગામી બે કે ત્રણ મહીના પછી રેલવેની તમામ સેવાઓ યથાવત બની શકે છે તેમ તે બાદ નુર અને ભાડા અંગે કોઇ જાહેરાત કરાશે.


