અમદાવાદ,ગુરુવાર, 28 એપ્રિલ,2022 : દક્ષિણ ઝોનમાં આવેલી મ્યુનિ.હસ્તકની ચેપી રોગની હોસ્પિટલની ઓ.પી.ડી.માં બે મહિનાના સમયમાં ૨૮૯૮ દર્દી નિદાન અને સારવાર માટે પહોંચ્યા હતા.આ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે હીપેટાઈટીસ અને ચિકનપોકસના દર્દીઓ સારવાર હેઠળ છે.અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો રોજ નવી સપાટી સર કરી રહ્યો છે.પાણીમાં પોલ્યુશન આવવાની ફરિયાદો સતત વધી રહી છે એ વાતનો સ્વીકાર પાણી કમિટીના ચેરમેન જતીન પટેલે બુધવારે પાણી કમિટીની બેઠક બાદ કર્યો હતો.મ્યુનિ.સંચાલિત ચેપી રોગની હોસ્પિટલની ઓ.પી.ડીમાં માર્ચ-૨૦૨૨માં ૧૫૪૨ અને ૨૧ એપ્રિલ સુધીમાં ૧૩૫૬ મળી બે મહિનામાં નિદાન માટે પહોંચ્યા હતા.માર્ચ મહિનાની ઓ.પી.ડી.માં હીપેટાઈટીસના ૪૭ અને ૨૧ એપ્રિલ સુધીમાં ૨૪ દર્દી મળી કુલ ૭૧ દર્દી જયારે ચિકનપોકસના માર્ચ મહિનામાં ૨૧૬ તથા એપ્રિલ મહિનામાં ૧૩૦ દર્દી પહોંચ્યા હતા.માર્ચ મહિનામાં હીપેટાઈટીસના ૧૫ અને ૨૧ એપ્રિલ સુધીમાં ૧૩ દર્દી સારવાર હેઠળ હતા.ચિકનપોકસના માર્ચ મહિનામાં ૨૭ અને ૨૧ એપ્રિલ સુધીમાં ૧૩ દર્દી સારવાર હેઠળ હતા.માર્ચ મહિનામાં કુલ ઈન્ડોર પેશન્ટ ૧૭૯ જયારે ૨૧ એપ્રિલ સુધીમાં ૧૫૬ પેશન્ટ સારવાર હેઠળ હતા.