નવી દિલ્હી : એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતને મંદીમાંથી બહાર લાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે સરકાર બંદરો,માર્ગ અને પાવર પ્રોજેક્ટમાં નાણાંકીય સહાય કરવા માટે એક બેંક બનાવવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે.
નવી સંસ્થા,ફેબ્રુઆરીમાં બજેટની ઘોષણાના ભાગ રૂપે હોઈ શકે છે, તેની ઇક્વિટી મૂડી 1 લાખ રૂપિયા (13.7 અબજ ડોલર) જેટલી હોઈ શકે છે,આ અંગે માહિતગાર સુત્રોએ જાણકારી આપી છે.તેઓએ જણાવ્યું હતું કે હાલના ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની,જેની પાસે 20 અબજ રૂપિયાનું મૂડીભંડોળ છે, તેને બેંકમાં મર્જ કરવામાં આવશે.
શરૂઆતમાં,સંસ્થાને સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવશે,જે બાદમાં રોકાણકારોને આમંત્રણ આપશે,એવું સુત્રોએ જણાવ્યું હતું.તે સરકાર દ્વારા સંચાલિત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડની તર્જ પર હોઈ શકે છે,જે તેના રોકાણકારોમાં કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ,એશિયન ડેવલપમેન્ટ બેંક અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની ગણતરી કરે છે.નાણાં મંત્રાલયે પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મોદીના પ્રધાનમંડળ માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.ગત વર્ષે ગરીબ અને ખેડુતોને મહામારીથી આવેલી મંદીમાંથી બચાવવા માટે આર્થિક પ્રોત્સાહનો મોટો બોજ સહન કરવો પડ્યો હતો અને હવે ભારતની ઉત્પાદક સંપત્તિઓ પર ખર્ચ વધારવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.સિટી ગ્રૂપ ઇન્ક.ના અર્થશાસ્ત્રીઓએ ગત વર્ષે ટાંક્યુ હતું કે ઉભરતા દેશોમાં સૌથી વધુ મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે,લોકપ્રિય પગલાંઓને બદલે માળખાંકીય સુવિધાઓ પર ખર્ચ કરવો જોઈએ.
આગામી પાંચ વર્ષોમાં જાહેર નાણાંકીય ખર્ચની સાથે નવા રોડ-રસ્તાઓ, રેલવે લિંક અને અન્ય માળખાંગત સુવિધાઓ પાછળ 1.5 લાખ કરોડ ડોલર ખર્ચવાના મોદી સરકારના લક્ષ્યને પહોંચી વળવા માટે વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવુ પણ મહત્વપૂર્ણ છે.કેન્દ્ર સરકારે માર્ચ 2020 સુધીના બે વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં આશરે 1.7 લાખ કરોડ રૂપિયાનું મૂડીકરણ કર્યુ હતુ. પરંતુ ઉંચી બજેટ ખાધ અને નબળી આવક વૃદ્ધિએ વર્તમાન નાણાકીય વર્ષ માટેની નવી રિકેપિટલાઇઝેશન યોજનાઓ પર બ્રેક લગાવી દીધી છે.

