[weather_data]
Breaking News
TRENDING NEWS

‘ રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,’ જામીન મળતા સુરતના લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ વૈભવી કારમાં કાઢ્યો વરઘોડો : જુઓ વિડિઓ

[updated_date] [post_views]

Table of Content

સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હતા.બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ જેગુઆર કારમાં રેલી કાઢી હતી. તેની આગળ અને પાછળ પણ ગાડીઓનો કાફલો હતો.જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

 

મળતી માહિતી અનુસાર, સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાના આરોપ જેના પર છે તેવો કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા એક ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો.ડીજે પર જોરદાર અવાજ સાથે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા મુવીના એ માન્યા… સોંગ પર રેલી કાઢી હતી.ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો સાથે વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.
બુટલેગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર જોવાઈ રહ્યો છે અને લોકો તંત્રની કામગીરી પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. આ રેલી બુટલેગરે પોતાને ઉપ સરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવી હતી.જોકે હરખ કરતાં આ રેલી વિસ્તારમાં પોતાનો રૌફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો જોયું ને… તેવું બતાવવાનું વધુ હતું.

પોતે લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલતો હતો. અને ગામમાં લોકો પણ તેને જોવા માટે બહાર નીકળી પડ્યા હતા. ઈશ્વરની કારોનો કાફલો પણ લાંબો હતો.અને સાથે સાથે ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવતા હતા. જાણે કે કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યો હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી.ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાયરલ થયા છે.

સુરત સાથે ગ્રામ્ય વિસ્તારમાં બૂટલેગરો બેફામ બની રહ્યા છે. જેલમાં ગયા બાદ જેલમાંથી છૂટ્યા બાદ આવા ગુનેગારો પોતાના વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા જોવા મળે છે.ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. “ભલ ભલાના અમે પો’ણી માપ્યાં, રોણા રંગીલા અમે ગુજરાતના માફિયા’ ગીત પર વાહનોનાં કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે-તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે.જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાયરલ થયા છે.

કાયદાકીય છટકબારી હોવાને કારણે આવા તત્વો વારંવાર કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે.સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બૂટલેગરો બેફામ રીતે ધાક ધમકી આપતા હોય છે. જોકે છેલ્લા એક મહિના જન્મ દિવસની ઊજાણીને લઈને બૂટલેગર વિવાદમાં આવી ચુક્યા છે.ત્યારે થોડા દિવસ પહેલાં સલાબતપુરા વિસ્તારમાં જે-તે વિસ્તારના કોર્પોરેટર પર હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી આવેલા આરોપી પોતાના વિસ્તારમાં આવતાની સાથે જ કદવા ગેંગના મુખ્યાનું ફટાકડા ફોડી તેના સાગરીતોએ સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles