જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ર૯ ટકા ઘટી બજારની મૂડી
નવી દિલ્હી તા. ર૩: કોરોનાનો કહેર દેશના શેર બજાર પર સૌથી વધારે જોવા મળ્યો છે.આ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં શરૂ થયેલ આ મહામારીથી બીએસઇ પ૦૦ ની યાદીમાં સામેલ કંપનીઓની ૪૪ લાખ કરોડ રૂપિયાની મુડી ધોવાઇ ગઇ છે.પોતાના સર્વોચ્ચ સ્તરે તેનું બજાર પુંજીકરણ ૧પ૦ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હતું.નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતીય શેર બજારની અત્યારની મંદી ર૦૦૮ ની વૈશ્વિક મંદીમાં થયેલ ઘટાડા કરતા પણ વધારે છે.વર્તમાન સમયમાં લગભગ બે મહિનામાં બજાર પૂંજીકરણમાં ૩પ ટકાથી વધારે ઘટાડો થઇ ચૂકયો છે.જયારે ર૦૦૮માં બીએસઇ અકીલા પ૦૦ સૂચકાંકમાં ર૧ ટકાનો ઘટાડો થયો હતો અને રોકાણકારોના ૪૧.૯૧ લાખ કરોડ ડુબ્યા હતા.બીએસઇ પ૦૦ સૂચકકાંકમાં સામેલ લગભગ પ૮ ટકા કંપનીઓના શેર પોતાની ટોચ પરથી ૩૦ ટકા જેટલા નીચે આવ્યા છે.બજારને નિયંત્રણમાં રાખનાર સેબીએ શેબજારમાં ચાલી રહેલ ભારે ઉજલ પાથલ પર લગામ મુકવા નવા ફેરફારો સાથે સખત પગલાઓ લીધા છે.આ ઉપાયો ર૩ માર્ચથી અમલમાં આવશે અને ૧ મહિનો ચાલશે.આ પગલાઓથી બજારમાં શોર્ટ સેલીંગ પર લગામ આવશે અને વ્યકિતગત શેરોમાં ચઢ-ઉતર પણ ઘટશે.આનાથી નાના રોકાણકારોને બજારની ઉથલ-પાથલથી બચાવવામાં મદદ મળશે.સેબીએ કહ્યું કે શેર બજારની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર પડશે તો વધુ પગલાંઓ પણ લેવામાં આવશે.