– લવ જિહાદના અપરાધીને ફાંસી આપવાની માગણી કરી
બરેલી તા.7 : પોતાના વિવાદાસ્પદ વિધાનો દ્વારા સતત મિડિયાના કેન્દ્રમાં રહેતી સાધ્વી પ્રાચી ઠાકુરે એવી જાહેરાત કરી હતી કે હું લખનઉની સૌથી પ્રાચીન મસ્જિદમાં હવન કરીશ.
તેમણે કહ્યું કે પ્રેમ કરવો એ ગુનો નથી,પણ પ્રેમના નામે ચાલી રહેલી લવ જિહાદ કોઇ રીતે સ્વીકાર્ય હોઇ શકે નહીં.દેશના દરેક રાજ્યમાંથી લવ જિહાદના રિપોર્ટ આવી રહ્યા હતા.એ નહીં ચલાવી લેવામાં આવે.સાધ્વીએ એવી માગણી કરી હતી કે લવ જિહાદના આરોપીને ફાંસીની સજા કરવી જોઇએ.
મંદિરમાં થયેલી નમાજના મુદ્દે બોલતાં સાધ્વીએ કહ્યું કે હિન્દુઓના દેશમાં મસ્જિદોમાં હવન પૂજન થવાં જોઇએ.હું પોતે પણ લખનઉની સૌથી પ્રાચીન મસ્જિદમાં હવન કરીશ.જોઉં કોણ મને રોકે છે.તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આજકાલ કહેવાતી ભાઇચારા ગેંગ સક્રિય હતી.આ ગેંગ સદ્ભાવના નામે મંદિરોમાં જઇને નમાજ પઢે છે.સામાજિક સદ્ભાવ વધારવો હોય તો મસ્જિદોમાં જઇને હિન્દુઓએ હવન કરવો જોઇએ.દેશની મોટા ભાગની મસ્જિદો વાસ્તવમાં અગાઉ મંદિર હતા.મુઘલ કાળમાં એ મંદિરો તોડીને મસ્જિદો ઊભી કરાઇ હતી.

