– લખનૌના ડિવિઝનલ કમિશનર રોશન જેકબે પણ સોમવારે સાંજે હોટેલ લેવાના તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો
લખનૌ, તા. 06 સપ્ટેમ્બર 2022, મંગળવાર : રાજધાની લખનૌના હઝરતગંજ સ્થિત ફાઈવ સ્ટાર હોટલ લેવાના સુઈટ્સમાં લાગેલી આગના મામલામાં યોગી સરકાર આકરા મૂડમાં જોવા મળી રહી છે. 4 લોકોના મોત બાદ હોટલના બાંધકામને ગેરકાયદેસર માનતા જિલ્લા પ્રશાસને હવે બુલડોઝરની કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.લખનૌના ડિવિઝનલ કમિશનર રોશન જેકબે પણ સોમવારે સાંજે હોટેલ લેવાના તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.અહેવાલ અનુસાર, નકશા પાસ કર્યા વગર રહેણાંક પ્લોટ પર આ આલીશાન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
એટલું જ નહી, લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મેં અને ઓગષ્ટમાં હોટલ મેનેજમેન્ટને 2 નોટિસ પાઠવી હતી.આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.બીજી તરફ આગની ઘટના બાદ એક્શનમાં આવેલી પોલીસે હોટલ માલિકો રાહુલ અગ્રવાલ અને રોહિત અગ્રવાલને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા.
ટૂંક સમયમાં હોટેલ લેવાના પર બુલડોઝર ચાલી શકે છે.કમિશનર રોશન જેકબના આદેશ અનુસાર, આ હોટલ નકશા પાસ કર્યા વગર રહેણાંક પ્લોટ પર બનાવવામાં આવી હતી અને લગભગ 10 વર્ષથી ચાલી રહી હતી.એટલું જ નહીં, 26 મે અને 28 ઓગસ્ટ 2022ના રોજ આ હોટલને નકશો પાસ ન કરવા અંગે બે નોટિસ પણ આપવામાં આવી હતી.
આટલું જ નહીં નકશા વગરની ચાલતી આ હોટલની તપાસમાં એવા અધિકારીઓ પણ આવ્યા છે જેમણે માહિતી હોવા છતાં પગલાં લીધાં નથી.પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 10 અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ ઘણા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે રહેણાંક મકાન માટે જમીન લેવામાં આવી હતી પરંતુ છેતરપિંડી કરીને તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

