પ્રસિદ્ધ જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે પોતાની એક જાહેરાતને લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લાગ્યા બાદ હટાવી લીધી છે. જોકે, તેના પર સોશિયલ મીડિયા યૂઝર બે ભાગમાં વહેંચાઈ ગયા છે.હવે,જાણીતા લેખક ચેતન ભગતે જાહેરાતનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો છે કે તેમાંથી મોટાભાગના લોકોમાં તનિષ્કની જ્વેલરી ખરીદવાની તાકાત નથી.બીજા શબ્દોમાં કહીએ તો તેમણે વિરોધ કરનારાઓને એક રીતે ‘ગરીબ’ કહ્યા છે.તેમની આ ટ્વીટ પર યૂઝર્સ હવે તેમને ટ્રોલ કરવા લાગ્યા છે,તો કેટલાક યૂઝર્સ તેમનું સમર્થન પણ કરી રહ્યા છે.જોત જોતામાં ચેતન ભગત ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા.
ચેતન ભગત તનિષ્કને વિરોધની ચિંતા કયર્િ વિના અપીલ કરતા ટ્વીટ કર્યું કે, ‘ડિયર તનિષ્ક, તમારા પર હુમલો કરનારા મોટાભાગના લોકો તમને કોઈપણ રીતે અફોર્ડ કરી શકે તેમન નથી.અને તેમની આ વિચારસરણી ઈકોનોમીને એવી જગ્યાએ પહોંચાડી દેશે કે ટૂંક સમયમાં જ તેમની પાસે નોકરીઓ નહીં હોય અને એ રીતે તેઓ ભવિષ્યમાં પણ તનિષ્કમાંથી કંઈ પણ ખરીદવાને લાયક નહીં રહે.તેમના વિશે ચિંતા ન કરો.’
તે પછી તો તમામ ટ્વિટર યૂઝર્સ ચેતન ભગતની સમજ પર સવાલ ઉઠાવવા લાગ્યા. સુમિત નામના એક યૂઝરે લખ્યું કે, ‘ભારત એક એવો દેશ છે,જ્યાં જ્યારે પરિવારમાં લગ્ન હોય તો ગરીબમાં ગરીબ પણ બેસ્ટ જ્વેલરી શોપમાં જાય છે! તમે આ બિઝનેસને નથી સમજતા,તનિષ્ક સમજે છે એટલે તેણે જાહેરાતને પાછી ખેંચી લીધી.’
શૈશ નામના એક યૂઝરે ચેતન ભગતને જવાબ આપ્યો, ‘હુમલો? કોણે તનિષ્ક પર હુમલો કર્યો? તેમના શોરૂમ પર એક પણ પથ્થર નથી ફેંકાયો, તેમના એક્ઝિક્યુટિવને એકપણ અપશબ્દ નથી કહેવાયો. કોણે તેમના પર હુમલો કર્યો? ગ્રાહકોને પોતાની પસંદ નક્કી કરવાનો અધિકાર છે.દરેકને એ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અધિકાર છે,જેનો તે બહિષ્કાર કરવા ઈચ્છે છે.એ જ રીતે જે રીતે નાનપણથી જ તમે તમારા મગજનો બહિષ્કાર કરી રહ્યા છો.’
તો, કેટલાક યૂઝર્સે ચેતન ભગદ અને તનિષ્કની જાહેરાતનું સમર્થન પણ કર્યું.મૈત્રી નામની એક યૂઝરે લખ્યું કે, ‘પરંતુ, મને ખરેખર સમજાતું નથી કે જાહેરાતમાં આખરે ખોટું શું છે! જાહેરાત જોયા બાદ મને એવું નથી લાગ્યું કે,તેમાં કોઈપણ ધર્મ હિંદુ કે મુસ્લિમની વિરુદ્ધમાં કોઈ વાત છે.’
તનિષ્કની જાહેરાતમાં એક હિંદુ યુવતીનો ખોળો ભરવાની વિધિ દશર્વિાઈ છે.આ યુવતીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે.તેમાં હિંદુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા મુસ્લિમ પરિવાર બધા રીતિ-રિવાજોને હિંદુ ધર્મ મુજબ કરતા દશર્વિાયા છે.
જાહેરાતમાં ગર્ભવતી યુવતી તેની સાસુને પૂછે છે, મા આ વિધિ તો તમારા ઘરમાં થતા પણ નથી.તેના જવાબમાં સાસુ કહે છે કે,દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને.જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લાગતા અને સોશિયલ મીડિયા પર તનિષ્કના બહિષ્કારની અપીલો બાદ કંપ્નીએ જાહેરાતને પાછી ખેંચી લીધી.આ જ પ્રકારનો એક વિવાદ હોળી દરમિયાન સર્ફ એક્સલની એક જાહેરાતને લઈને પણ થયો હતો.

