સુરત : હિન્દુ યુવતીઓને વિધર્મીઓ દ્વારા ફસાવી લગ્ન કરવાની લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે ગુજરાત સરકારે હાલમાં જ કાયદો બનાવ્યો છે.જેને પગલે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે,ત્યારે સુરતમાં વધુ એક ગુનો દાખલ થયો છે.જેમાં યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા.જોકે પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં યુવતીને નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું.આ સાથે જ યુવતીએ આવું કરવાની ના પાડતાં તેને માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સમગ્ર ઘટના એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારના નવાગામ ખાતે રહેતી યુવતી 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી.એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો.ત્યારે તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું.મુકેશને નવા ગ્રાહકો લાવવાનું યુવતી દ્વારા કહેવામાં આવ્યું હતું.જેથી મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો.આમ અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં મિત્રતા પ્રેમ (Love) માં પરિણમી હતી.
મુકેશે યુવતીને કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે.બંનેએ લગ્ન કરવાનું નક્કી તો કર્યું હતું.પરંતુ મુકેશને યુવતીએ કહ્યું, તારી ઉંમર વધુ હોવાથી માતા-પિતા ના પાડશે.જેથી મુકેશે યુવતીને સમજાવી હતી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા- માતા માની જશે.જોકે માતાપિતા માની જતાં બંનેએ લગ્ન કર્યા હતાં.તેમને સંતાનમાં એક દીકરો થયો હતો.જોકે થોડા મહિલા પહેલાં યુવતીના હાથમાં મુકેશનું આધાર કાર્ડ આવ્યું, જે વાંચી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આધારકાર્ડમાં મુકેશના ફોટા નીચે અખ્તર મોહંમદ સમતઅલી શેખ નામ લખ્યું હતું,તેણે મુકેશને પૂછતાં કહ્યું કે હા હું મુસ્લિમ છું અને મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે.તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ.આ સાથે જ યુવતીને ઘરમાં નમાજ પઢવા દબાણ કરવામાં આવતું હતુ.યુવતીને બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. યુવતી જ્યારે ના પાડતી હતી તો અખ્તર તેને મારતો હતો.
મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી.અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા.અખતરની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય.અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.