ભારતમાં આતંક ફેલાવનાર વધુ એક આતંકવાદીનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરના આતંકવાદી રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમને ઠાર કરવામાં આવ્યો છે.રિયાઝ અહેમદ લશ્કરનો ખૂંખાર કમાન્ડર હતો.તેણે જાન્યુઆરી 2023માં ઢાંગરીમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યુ હતું અને તેને અંજામ આપ્યો હતો. રાજૌરીના ઢાંગરીમાં થયેલા આતંકવાદી હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા.આતંકવાદીઓએ 1 જાન્યુઆરીના રોજ ઢાંગરીમાં હિન્દુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા.આતંકવાદીઓએ પહેલા લોકોને ગોળી મારી હતી અને ત્યારબાદ IEDથી બોમ્બ વિસ્ફોટ કર્યા હતા જેના કારણે ઘણું નુકસાન થયું હતું.આ હુમલા બાદ ઘાટીમાં ભય ફેલાઈ ગયો હતો.
તાજેતરમાં જ NIAએ જમ્મુ-કાશ્મીરમાંથી બે લોકોની ધરપકડ કરી હતી જેમણે ધાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપવામાં અને છુપાવવામાં મદદ કરી હતી.રિયાઝ જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હતો.વર્ષ 1999માં બોરેડર ક્રોસ કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
અબુ કાસિમને PoKના રાવલકોટ વિસ્તારની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. તેને ગોળી મારી તે સમયે તે મસ્જિદમાં નમાજ અદા કરવા ગયો હતો.અજાણ્યા હુમલાખોરોએ રિયાઝને પોઈન્ટ બ્લેક રેન્જમાંથી ગોળી મારી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.