મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સેલ(એટીએસ)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી પુણેથી પકડાયેલા જુનૈદના સંપર્કમાં રહેતા એક આતંકવાદીને કાશ્મીરથી પકડી પાડયો હતો.પકડાયેલો આતંકવાદી લશ્કર-એ-તોઇબા માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.થોડા દિવસ પહેલા એટીએસએ પુણેથી એક તરુણને પકડી પાડયો હતો.
તેનતપાસમાં તેનું નામ મોહમ્મદ જુનૈદ હોવાનું સ્પષ્ટ થયું હતું.તેની પુણેના દાપોડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.જુનૈદ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા માટે કામ કરતો હતો.આ પ્રકરણે તેની વિગતવાર તપાસમાં તે કાશ્મીરના અન્ય એક આતંકવાદીના સંપર્કમાં હોવાનું તેની મોબાઇલ ચેટ પરથી જાણવા મળ્યું હતું.મોબાઇલ ચેટમાં તેણે દેશવિરોધી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ એટીએસએ કાશ્મીરથી તેની ધરપકડ કરી હતી.તેને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર મુંબઈ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જુનૈદના આ સાગરિતને મુંબઈ લાવ્યા પછી તેની વધુ વિગતો જાહેર કરાશે.તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પહેલાં જુનૈદની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને ૩ જૂન સુધીની એટીએસની કસ્ટડી ફટકારવામાં આવી હતી.દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જુનૈદ બાબતની માહિતી મહારાષ્ટ્ર એટીએસને આપતા એટીએસએ તેની પુણેના દાપોડીથી ધરપકડ કરી હતી.જુનૈદ(૨૮)મૂળ મહારાષ્ટ્રના ખામગાવનો વતની હોઈ બેરોજગાર હતો.તે આ દરમિયાન આતંકી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તે છેલ્લા બે વર્ષમાં છ વાર કાશ્મીર જઈ આવ્યો હતો.તે ફેસબુકના માધ્યમથી આતંકી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો.તે ફેસબુક અને વોટ્સએપ પર સતત સીમકાર્ડ બદલી આતંકી સંગઠનોના સંપર્કમાં રહેતો.આ દરમિયાન તેને આતંકા ગતિવિધિ માટે નવા લોકોની ભરતીનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.તે અમુક હેન્ડલરોના પણ સંપર્કમાં હતો અને મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ રેકી પણ કરી હતી.તેના ખાતામાં આતંકી સંગઠનો તરફથી બે વાર પાંચ-પાંચ હજાર રૃપિયા પણ જમા કરવામાં આવ્યા હતા.જુનૈદ ત્યારબાદ સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી ગયો અને તેની તમામ ગતિવિધિઓ પર તેમ જ સોશિયલ મિડિયા પર એજન્સીઓ નજર રાખી રહી હતી અન ેઅંતે એટીએસએ તેને પકડી પાડયો હતો.