પટણા : રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવને વધુ સઘન સારવાર માટે દિલ્હીમાં એઇમ્સ ખાતે લઈ જવાશે.તેમની સારવારનો ખર્ચ બિહાર સરકાર ભોગવશે તેવી જાહેરાત વર્તમાન સીએમ નીતિશકુમારે કરી હતી.લાલુપ્રસાદને એર એમ્બ્લુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાયા છે.આ પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે પારસ હોસ્પિટલ પહોંચી લાલુના આરોગ્યની જાણકારી મેળવી હતી.તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇશ્વરને પ્રાર્થના કરે છે કે લાલુપ્રસાદ ઝડપથી સ્વસ્થ થઈ જાય.ફક્ત એટલું જ નહી નીતિશકુમારે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે લાલુપ્રસાદની સારવારનો બધો ખર્ચ બિહાર સરકાર ઉઠાવશે.
આ દરમિયાન બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે અને ઉદ્યોગમંત્રી શાહનવાઝ હુસૈન પણ હાજર હતા.ભૂતપૂર્વ મુખ્યમંત્રી રબડી દેવીના સરકારી નિવાસ ૧૦ સરક્યુલર રોડ પર લાલુ પ્રસાદ સીડીઓ પરથી પડી ગયા હતા.તેના લીધે તેમણા જમણા ખભામાં બે ફ્રેક્ચર થયા હતા અને કમરમાં ઇજા થઈ હતી.રવિવારે લાલુ એક ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી ઘરે ગયા હતા,પરંતુ સોમવારે બપોરે તેમની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.