લુપિને USમાં ડાયાબિટીસની સારવારની દવા પાછી ખેંચી

HM News
1 Min Read

નવી દિલ્હી : ફાર્મા કંપની લુપિને બુધવારે કહ્યું હતું કે તેણે અમેરિકાના બજારમાંથી તેની ડાયાબિટીસની સારવાર માટેની દવા મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ એક્સટેન્ડેડ રિલીઝ ટેબ્લેટ સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી લીધી છે.લુપિને કહ્યું હતું કે મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ એક્સટેન્ડેડ રિલીઝ ટેબ્લેટ 500 એમજી અને 1000 એમજીના પ્રમાણમાં તેણે લોન્ચ કરી હતી જે હવે તે સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી રહી છે. તેમાં કેટલીક એનડીએમએ (એન-નાઈટ્રોસોડિમીથાઈલએમાઈન) અશુદ્ધિ હોવાના મામલે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સાથે હાલ વાતચીત ચાલી રહી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેમ કંપનીએ કહ્યું હતું.

લુપિનની અમેરિકન સબસિડરી લુપિન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ક. આ દવાનું વિતરણ કરે છે.કંપનીએ કહ્યું હતું કે યુએસએફડીએએ જે ચિંતા દર્શાવી છે તેનો ઉકેલ આવી શકે તેમ છે અને આ ઉકેલ સાથે આગામી ક્વાર્ટરમાં તે ફરીથી આ પ્રોડક્ટ અમેરિકાના માર્કેટમાં લોન્ચ કરી દેશે તેવી ધારણા છે.કંપનીએ કહ્યું હતું કે ભારતમાં આ દવાનું ઉત્પાદન થયું છે તે તમામ દવામાં એનડીએમ લેવલનું પરીક્ષણ થઈગયું છે અને તે દર્દીઓ માટે સલામત છે.તેણે કહ્યું કે અમેરિકામાં આ પ્રોડક્ટ્સમાં અશુદ્ધિનો જે મુદ્દો છે તે તદ્દન અલગ છે અને અલગ એપીઆઈ સોર્સનો છે.એનડીએમએ (એન-નાઈટ્રોસોડિમીથાઈલએમાઈન) એ સંભવિત માનવીય કાર્સિનોજેન તરીકે ઓળખાતી અશુદ્ધિ છે જે લેબોરેટરી ટેસ્ટના પરિણામને આધારે નક્કી થતી હોય છે.તે પર્યાવરણ સંબંધિત અશુદ્ધિ છે,જે પાણી અને ફૂડમાં જોવા મળે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *