By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લેટરબોમ્બ બાદ MLA પટેલ રાજકોટ પોલીસના તોડની એક ડઝન ફરિયાદ સાથે ગૃહમંત્રીને મળશે, હું CM પાસે આકરાં પગલાં લેવાની માગ કરીશ : MP મોકરિયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > લેટરબોમ્બ બાદ MLA પટેલ રાજકોટ પોલીસના તોડની એક ડઝન ફરિયાદ સાથે ગૃહમંત્રીને મળશે, હું CM પાસે આકરાં પગલાં લેવાની માગ કરીશ : MP મોકરિયા
GeneralPoliticsSaurashtra

લેટરબોમ્બ બાદ MLA પટેલ રાજકોટ પોલીસના તોડની એક ડઝન ફરિયાદ સાથે ગૃહમંત્રીને મળશે, હું CM પાસે આકરાં પગલાં લેવાની માગ કરીશ : MP મોકરિયા

HM News
Last updated: 07/02/2022 7:27 AM
HM News
4 years ago
Share
SHARE

– આ મુદ્દો ગંભીર હોવાથી કડક કાર્યવાહીની કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ માગ કરી
– એક પછી એક કદાવર નેતાઓ MLA ગોવિંદ પટેલના સમર્થનમાં આવી રહ્યા છે

રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય એમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાલ ગાંધીનગર જવા રવાના થયા છે.આજે તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટ પોલીસના એક ડઝનથી વધુ તોડ પ્રકરણની ફરિયાદો આધાર પુરાવા સાથે રજૂ કરશે.આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે હું CM અને પ્રદેશમાં આકરાં પગલાં લેવાની માગ કરીશ.

રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે એવાં એંધાણ

ઉલ્લેખનીય છે કે એક સમયે હાંસિયામાં ધકેલાય ગયેલા MLA ગોવિંદ પટેલના સમર્થનમાં આજે એક પછી એક કદાવર નેતાઓ આવી રહ્યા છે.જ્યાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા બાદ કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ આ મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી છે. MLA પટેલની ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે એવાં એંધાણ મળી રહ્યાં છે.

સરકારે પગલાં ભરવા જોઇએ : રાજ્યસભાના સાંસદ

વધુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ દિવ્ય વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું તેમની સાથે હતો. ગોવિંદભાઇની આખી વાતને હું સમર્થન આપું છું.કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે.જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપતાખોરીનું કામ ચાલુ જ છે.ખરેખર ન થવું જોઈએ.સરકારે પગલાં ભરવા જોઇએ.મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ નથી લેતા.હવે આને સારી પોસ્ટ ન મળવી જોઈએ,બાકી સરકારને કાયદાની રૂએ જે પગલાં હોય એ લેવા જોઈએ.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લખેલો પત્ર

આજથી 2 દિવસ પહેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો પત્ર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે.તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્‍સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.

15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશ સખિયાએ કર્યો હતો

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે,તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે,જેના ઘણા કિસ્‍સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્‍સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માગ્યો હતો.

8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસૂલ્યા છે,બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી.ત્‍યાર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIR દાખલ થઈ હતી, જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે.આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે.આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્‍યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article NSUIના કાર્યકરે જ રાહુલ ગાંધીના મોઢા પર ઝંડો માર્યો, પૂછપરછમાં કહ્યું- ભૂલ થઈ ગઈ
Next Article હ્યુન્ડાઈ પાકિસ્તાન દ્વારા કાશ્મીરની આઝાદીને સમર્થન આપવામાં આવતા બજરંગ દળ લાલઘૂમ, કંપનીએ કરી સ્પષ્ટતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up