ભાજપના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તેમને BTP અને AIMIMને અલગતાવાદી વિચારધારા વાળી પાર્ટી કહી હતી.સાથે જ આ બંને પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે અને કોંગ્રેસના મત તૂટશે તેવું પણ જણાવ્યું હતું.
મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ઓવૈસીની પાર્ટી બંને ગાંડા છે.બંને અલગતાવાદી વિચારધારા વાળી પાર્ટી છે.આનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું છે નહીં.એ હંમેશા કોંગ્રેસના વોટ તોડશે.ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે.ભારતીય જનતા એક વિચારધારાને વરેલી પાર્ટી છે અને તે રાષ્ટ્રીય વિચારધારામાં માને છે. BTP અને ઔવેસી ભારતીય જનતાને કોઈ નુકસાન પહોંચાડવાના નથી.તેઓ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે. ભારતીય જનતા પાર્ટી કરેલા કામ અને વિચારધારા સાથે લોકોની પાસે જવાની છે.અમે હંમેશા કહીએ છીએ કે,અમે BTP અને ઔવેસીથી સહેજ પણ ડરતા નથી.એ જે નિવેદન કરે છે તે વાહિયાત નિવેદન કરે છે.અમારા સંપર્કમાં ઘણા નેતાઓ છે કે, તેઓ છોટુ વસાવા અને ઔવેસીના ગઠબંધનથી નારાજ છે.
મહત્ત્વની વાત છે કે,આગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ભાજપમાં બી ટીમ તરીકે કામ કરશે અને કોંગ્રેસની વોટ બેંક તોડશે.ત્યારે આજે મનસુખ વસાવાએ પણ સ્વીકાર કર્યો છે કે, આ BTP અને AIMIM હંમેશા કોંગ્રેસના વોટ તોડશે. ભારતીય જનતા પાર્ટીને તેનાથી ફાયદો થવાનો છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદનથી ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.બે દિવસ પહેલા ઔવેસીએ ભરૂચમાં સંબોધેલી સભામાં નિવેદન કર્યું હતું કે,જે એવું માને છે કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે.તેઓ ખોટું વિચારે છે.ગુજરાત ગાંધીનું છે અને ગાંધીનું જ રહેશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગાંધીથી મોટા નથી.આ એ ગુજરાત છે જેને કાબિલિયતના જોરે પોતાની મહેનતના જોરે ભારતને મજબૂત કર્યું છે. સાથે આ સભામાં ઔવેસીએ કોંગેસ અને ભાજપ પાર્ટીનું નામ ચાચા-ભતીજા પાર્ટી પાડ્યું હતું.


