– શાહી અંદાજમાં લોકોને બિરિયાની પણ વહેંચી : લોકો મોટી સંખ્યામાં જોડાયા : સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ જોવાયો
નવી દિલ્હી : એકબાજુ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઇથી દેશમાં પાલન થાય તે માટે સરકાર સખત મહેનત કરી રહીછે,ત્યારે બીજી બાજુ સરકારના જ કેટલાક પ્રતિનિધીઓ જે આ નિયમોને ઘોળીને પી ગયા છે.આ પ્રતિનિધીઓને તો જાણે આ આદેશોની કોઇ પરવાહ જ નથી ભાજપના વિધાયક એમ.જયરામ જેમણે પોતાના જન્મદિવસની ઉજવણી શાહી અંદાજમાં અકિલા કરી અને બિરયાની લોકો વચ્ચે વહેંચી હતી,જેનાથી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.જયાં સોશિયલ ડિસ્ટન્સીંગનો સરેઆમ ભંગ થયો.એમ.જયરામે ટુમકુરની સરકારી શાળામાં પોતાના જન્મદિનની ઉજવણી કરી જેમા ગુબ્બી તાલુકના લોકો જે મોટી સંખ્યામાં આવ્યા હતા,લોકોએ માસ્ક તો પહેર્યા હતાં પણ સોશિયલ ડિસ્ટન્સ કયાંય નહોંતું.ત્યારે અહિં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.