– વિશ્વના સૌથી વધુ સમૃધ્ધ તિરુપત્તિ મંદિર પાસે રોકડ રકમની અછત : સ્ટાફને પગાર ચુકવવાની સમસ્યા
તિરુમાલા : વિશ્વના સૌથી વધુ સમૃધ્ધ ગણાતા તિરુપત્તિ મંદિર પાસે રોકડ રકમની અછત સર્જાઈ છે.પરિણામે સ્ટાફને પગાર ચુકવવાની સમસ્યા ઉભી થઇ છે.કારણકે લોકડાઉનના 50 દિવસ દરમિયાન મંદિરની આવકમાં 400 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સ્ટાફને પગાર તથા પેનશનની રકમ પેટે 300 કરોડ રૂપિયાનું નગદ ચુકવણું થઇ ચૂક્યું છે.હવે રોકડની અછત સર્જાઈ છે.જોકે મંદિર પાસે 8 ટન સોનાનું રિઝર્વ ફંડ તથા 14 હજાર કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના રોકડ રકમમાંથી ચુકવણું થાય તેવી ટ્રસ્ટીઓની ઈચ્છા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.મંદિર ક્યારે ખુલશે તે હજુ અનિશ્ચિત છે.


