By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ અને હોટલો પાસે ૩૦૦૦ કરોડનો દારૂનો સ્ટોક જમા : હોમ ડીલીવરીની માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ અને હોટલો પાસે ૩૦૦૦ કરોડનો દારૂનો સ્ટોક જમા : હોમ ડીલીવરીની માંગ
BusinessGeneralNational

લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ અને હોટલો પાસે ૩૦૦૦ કરોડનો દારૂનો સ્ટોક જમા : હોમ ડીલીવરીની માંગ

HM News
Last updated: 12/05/2020 8:19 AM
HM News
5 years ago
Share
SHARE

– બીયર એસોસીએશન અને રેસ્ટોરન્ટ સંગઠને માંગણી કરી.તબાહ થઈ ચૂકેલ ઉદ્યોગને મદદ મળવી જોઈએ : ઈ-કોમર્સ કંપનીઓ અને જોમેટા-સ્વીગી જેવી કંપનીઓને હોમ ડીલીવરી માટે ખાસ લાયસન્સ આપવા સૂચન

નવી દિલ્હી, તા. ૧૨ : દારૂ ઉત્પાદકોની સાથે સાથે હવે રેસ્ટોરન્ટસ,બાર અને ખાણીપીણીને લગતી ઓનલાઈન સુવિધા આપતી કંપનીઓએ પણ સરકાર પાસે દારૂની હોમ ડીલીવરી કરવાની છૂટ માંગી છે.આ કંપનીઓનું કહેવુ છે કે આનાથી કોરોના સંક્રમણના આ ખતરાવાળા દોરમાં લોકો વચ્ચે સુરક્ષિત અંતર સુનિશ્ચિત થશે એટલુ જ નહિ પ્રતિબંધોને કારણે તબાહ થઈ ચૂકેલ કામકાજને ફરી બેઠુ કરવામાં પણ મદદ મળશે.બીયર બનાવતી કંપનીઓના સંગઠન ઓલ ઈન્ડીયા બ્રેવર્સ એસોસીએશને આ માટે ફલીપકાર્ટ,એમેઝોન અને ગ્રોફર્સ જેવી ઈ-કોમર્સ કંપનીઓ અને જોમેટો તથા સ્વીગી જેવી ફુડ ડીલીવરી કંપનીઓને ખાસ લાયસન્સ આપવાનુ સૂચન કર્યુ છે.

સંગઠને કહ્યુ છે કે આ કંપનીઓ ઓનલાઈન ઓર્ડર લઈ શકે છે અને લાયસન્સ પ્રાપ્ત રીટેલ અને જથ્થાબંધ દારૂ વિક્રેતાઓ થકી માંગને પુરી કરી શકે છે. સંગઠને દારૂ માટે રાજ્યના આબકારી વિભાગો હેઠળ ઓનલાઈન ઓર્ડર કરવા માટે પોર્ટલ બનાવવા પણ સૂચન કર્યુ છે.ભારતીય રાષ્ટ્રીય રેસ્ટોરન્ટ સંઘના અધ્યક્ષ અનુરાગ કટીયારનુ કહેવુ છે કે અમે ઘણા સંકટમાં છીએ.એક તરફ અમારી પાસે મોંઘા દારૂનો સ્ટોક જમા થઈ ગયો છે તો બીજી તરફ અમારી પાસે રોકડનું સંકટ છે.તેમણે કહ્યુ છે કે અમે બધી રાજ્ય સરકારોને અપીલ કરીએ છીએ કે અમને દારૂના સ્ટોકનું વેચાણ કરવા પરવાનગી આપવામાં આવે.હોમ ડીલીવરી મોડલથી આ થઈ શકે છે.ખાનપાન સંબંધી ઓનલાઈન સુવિધા આપતી કંપનીઓ સરકારની મંજુરીથી દારૂની હોમ ડીલીવરી કરવા તૈયાર છે.સૂત્રોનું માનીએ તો ઓનલાઈન વેચાણ અને હોમ ડીલીવરી માટે સ્વીગી જેવી કંપનીઓ સાથે તંત્રની વાતચીત ચાલી રહી છે.બીયર કેફેના સ્થાપક રાહુલ સિંહનું કહેવુ છે કે ભારતમાં દારૂ ૩ રીતે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરીંગ તથા કેન્ટીન સ્ટોર થકી વેચાય છે.લોકડાઉનને કારણે દેશભરમા વિવિધ આઉટલેટ પર ૩૦૦૦ કરોડનો સ્ટોક જમા પડયો છે.રાજ્ય સરકારોને અમારી અપીલ છે કે અસ્થાયી રૂપથી સ્ટોક વેચવા મંજુરી આપવામાં આવે.અનેક દેશોએ આવુ કર્યુ છે.ભારતમાં પણ આ સંભવ છે.

વલસાડ હેડ પોસ્ટ ઓફિસની બહાર સામાજિક અંતર ન જળવાયું
શિરડી સાંઈ સંસ્થાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું
શાહીનબાગમાં બાળકોને ‘મોદીને મારી નાખો’ જેવા નારા શીખવવામાં આવે છે
મોહન ભાગવતનું નિવેદન – ‘હિન્દુ અને મુસ્લિમ બંનેના પૂર્વજો એકજ છે’, અરશદ મદનીએ કહ્યું – RSS સાચા માર્ગ પર છે
મુખ્યમંત્રીની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શીયલ મિલકતોને જ મળશે !!
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિસ્ટલ યુનિવર્સિટીના અભ્યાસમાં સનસનીખેજ ખુલાસો : બ્રિટિનમાં કોરોના સાત લાખ લોકોને ભરખી જશે
Next Article ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પર દિલ્હીમાં ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up