કોરોનાને લીધે લોકડાઉનના અમલીકરણને લઈ રાજ્યના DGP શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેઓએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે, લોકડાઉનનું સારી રીતે અમલીકરણ થઈ રહ્યું છે. જ્યાં ઉણપ છે ત્યાં સારી રીતે કામ કરીશું. સાથે તેઓએ કહ્યું કે, જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળજો. કરિયાણાની દુકાન પર લોકો ભીડ ન કરે.
ઘરે રહો, સુરક્ષિત રહોનાં મંત્રને અમલમાં મૂકો તેવું શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. લોકડાઉનમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. અને આગળ પર સહકાર આપે તેવી આશા છે. સાથે તેઓએ કહ્યું કે, ચીજ વસ્તુઓ લેતી વખતે અમુક અંતર રાખવું જોઈએ. બધા એકસાથે ખરીદી કરવા બહાર ન નીકળે. જીવન જરૂરિયાત વસ્તુની અછત નહીં થાય. કોરોના સામેની આ લડાઈમાં બધાનો સહકાર જરૂરી છે.
100 નંબર પર ફોન કરીને તમે તમારી સમસ્યા કહી શકો છો. જાહેરનામા ભંગના 238 કેસ નોંધાયા છે. રાજ્યભરમાં 80થી 90 ટકા લોકડાઉન સફળ રહ્યું છે. કુલ 426 વ્યક્તિઓની જાહેરનામાના ભંગ બદલ અટક કરવામાં આવી છે. લોકડાઉનના અમલીકરણ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. ક્વોરન્ટાઈન ભંગના 127 ગુના દાખલ કરવામાં આવ્યા છે.


