નવી દિલ્હી,તા. 11 : કોરોના લોકડાઉનને કારણે 80 ટકા લોકોની આવક-કમાણીને ફટકો પડ્યો છે.જ્યારે આવતો સમય હજુ કપરો અને પડકારરુપ બની રહેવાની આશંકા 90 ટકા લોકોએ દર્શાવી છે.
કોરોના કટોકટીકાળમાં લોકોના માનસ તથા આર્થિક પરિસ્થિતિ વિશે એજન્સી જનરલી દ્વારા કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.80 ટકા લોકોએ આવક ઘટી હોવાનું સ્વીકાર્યું છે.વ્યસાયિકોએ તો એમ કહ્યું કે આવતા તોડા મહિનાઓ સુધી આવક-કમાણી 50 ટકા જ રહેવાની શંકા છે.
વીમા તથા એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત કંપનીએ 22 દેશોમાં અભ્યાસ કર્યો છે.બારતમાં કંપની ફ્યુચર ગ્રુપ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.ભારતમાં થયેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ભારતીયો ભવિષ્ય વિશે ચિંતિત અને ભયભીત છે.આવતા સમયમાં પણ આવક-કમાણી વિશે અનિશ્ચિતતા હોવાની પરિવારની જાળવણીની ચિંતા છે.
અભ્યાસ રિપોર્ટમાં એમ માલુમ પડ્યું છે કે 80 ટકા લોકોને આવક-કમાણીનો ફટકો પડ્યો છે. જ્યારે 92 ટકા લોકોએ ભવિષ્ય પણ આર્થિક દ્રષ્ટિએ પડકારજનક જ બની રહેવાનો મત દર્શાવ્યો છે.કામધંધો-નોકરી કરરતા અર્ધોઅર્ધ લોકો ઘરબેઠા કામ કરી રહ્યા છે.આવતા તોડા મહિના હજુ આ જ સિસ્ટમ ધોરણે આવતા મહિનાઓમાં કામ કરવું પડશે.આવક ઘટી હોવાથી લગભગ તમામ ભારતીયોએ સરકાર પાસે ગમે તે રીતે રાહતની અપેક્ષા દર્શાવી છે. 53 ટકા લોકોએ સરકારી રાહત માંગી છે.60 ટકા લોકોએ ગુજરાન માટે બચત-ઘરની મૂડી વાપર્યાનું કહ્યું હતું. 39 ટકા લોકોએ પરિવાર કે બહારના લોકો પાસેથી આર્થિક મદદ મેળવી હતી.


