કોરોના વાયરસની મહામારીથી સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે.જેને કાબુમા લેવા માટે અને ચેપ અટકાવવા માટે દેશભરમા લોકડાઉન છે.તેવા સમયે દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે.જેમા એપ્રિલમા ૨૧ મોટા રાજયોને સંયુક્તરૂપે ૯૭,૧૦૦ કરોડ રૂપિયાનું મહેસુલી નુકસાન થયું છે.
ઇન્ડિયા રેટીગ્સ અનુસાર,એર સર્વિસ,પર્યટન,હોટલ અને હોસ્પીટાલીટી ક્ષેત્રના ઉત્પાદન,પૂરવઠો અને કારોબાર સહિત અનેક ગતિવીધીઓ સંપૂર્ણ રીતે ઠપ્પ છે.જેમાં કેન્દ્ર અને રાજય બંને નાણાકીય મોરચા પર સંઘર્ષ કરી રહ્યા છે.જો કે રાજયની સમસ્યા એક બાજુ છે આ ઉપરાંત કોવીડ-૧૯ મહામારી સાથે જોડાયેલા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.
આ અહેવાલમા જણાવ્યા અનુસાર રાજયમા એપ્રિલમા જીએસટીથી ૨૬,૯૬૨ કરોડ,વેટથી ૧૭,૮૯૫ કરોડ,એકસાઈઝ ડ્યુટીમા ૧૩,૭૮૫ કરોડ,સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ડ્યુટી ૧૧,૩૯૭ કરોડ,વાહન ટેક્સમા ૬૦૫૫ કરોડ,વીજળી અને ટેક્સ ડ્યુટી ૩૪૬૪ કરોડ અને ગેર ટેક્સ આવકના રૂપમા ૧૭,૫૯૫ કરોડ રૂપિયાની આવક થવાની હતી.જેનું નુકશાન થયું છે.તેમાં આગળ કહેવામા આવ્યું છે આગામી સપ્તાહમા લોકડાઉન સમાપ્ત થાય તો પણ બીજા ત્રિમાસિક ગાળામા પણ આર્થિક ગતિવીધીઓ સામાન્ય નહીં થાય.
લોકડાઉનના લીધે એ રાજયો સૌથી વધારે પ્રભાવિત થયા છે જેમની મહેસુલી આવક પોતાના સ્ત્રોતો પર આધારિત છે.ગોવા,ગુજરાત,હરિયાણા, કર્ણાટક,કેરલ,મહારાષ્ટ્ર,તમિલનાડુ અને તેલંગાનાની ૬૫-૭૬ ટકા આવક પોતાના સ્ત્રોતોથી થાય છે.જેમાં ૭૬ ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે છે જેના લીધે ગુજરાતને સૌથી વધારે નુકસાન થશે.જયારે તેલંગાનાની ૭૫.૬ ટકા,હરીયાણાની ૭૪.૭ ટકા,કર્ણાટકની ૭૧.૪ ટકા,તમિલનાડુ ૭૦.૪ ટકા,મહારાષ્ટ્રની ૬૯.૮ ટકા, કેરલની ૬૯.૬ ટકા ને ગોવાની ૬૬.૯ ટકા કમાણી પોતાના સ્ત્રોતોથી જ થાય છે.


