દેશમા ૨૫ માર્ચના રોજથી શરૂ થયેલા લોકડાઉન બાદ પ્રથમ વાર કોઈ ટ્રેન શરુ થઈ છે.જેમાં તેલંગાનામા ફસાયેલા મજુરોને તેમના ગૃહ રાજય ઝારખંડના હટિયા સ્ટેશન મોકલવામા આવી રહ્યા છે.આ ટ્રેનમા અંદાજે ૧૨૦૦ પ્રવાસી છે.આ એક જ ટ્રેનને રેલ્વે ચલાવવાની મંજુરી આપી છે. આ ટ્રેનમા કુલ ૨૪ ડબ્બા છે.તેમજ એક ડબ્બામા સામાન્ય રીતે ૭૨ લોકોની વ્યવસ્થા હોય છે.પરંતુ તેમાં સોશિયલ ડીસટન્ટનું ધ્યાન રાખીને માત્ર ૫૪ લોકોને જવા દેવામા આવ્યા હતા.
રેલ્વે મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ માત્ર એક વાર ચાલવાની વિશેષ ટ્રેન ચલાવવામા આવી છે.આ ઉપરાંત આગામી રેલગાડીઓની યોજના માત્ર રેલ્વે મંત્રાલયના નિર્દેશોના અનુસાર અને જયા ટ્રેન ચલાવવામા આવશે તે રાજય સરકારના અનુરોધ પર ચલા વવામા આવશે.આ અંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત શોરેને ટ્વીટ કરીને એ બાબતની પૃષ્ટિ કરી કે રાજયમા પરત લાવવા માટે એક વિશેષ ટ્રેન ચલાવવાની અરજીને સ્વીકાર કરી લેવામા આવી છે. તેમણે કહ્યું કે તેની બાદ અમે તેમને પરત લાવવા માટે કામ શરુ કરી દીધું છે.
સોરેને કહ્યું કે ‘ જેવી રીતે અન્ય રાજયમા અભ્યાસ કરી રહેલા વિધાથીઓ માટે મહત્વપૂર્ણ છે તેવી જ રીતે ઝારખંડના શ્રમિકો પણ અમારી માટે એટલા જ મહત્વના છે.દરેક ઝારખંડવાસીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે તેમજ તેની માટે અમારી સરકાર ખુબ સંવેદનશીલ છે.આ ઉપરાંત અન્ય ટ્રેન કેરલથી અર્નાકુલમ સુધી ચલાવવામા આવવાની છે.જે આજે સાંજે ૬ વાગે ઓરિસ્સા થી ભુવનેશ્વર માટે રવાના થવાની છે. ટ્રેનને આ પૂર્વે ડીસઇન્ફેક્ટ એટલે કે વાયરસમુકત કરવામા આવી છે

