– ૪૫.૯૪ લાખ લીટર દૂધનું વિતરણ કરાયું : કોઇપણ નિરાધાર અને નિસહાય વ્યક્તિને બે ટાઈમ પુરતું ભોજન મળે તે માટે સેવાભાવિ સંસ્થાઓ પણ પૂર્ણ સક્રિય
ગુજરાતમાં લોકડાઉનના આજે ૧૮માં દિવસે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જરૂરી લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા જારી રહી હતી.કોઇપણ નિરાધાર,નિસહાય,જરૂરવાળી વ્યક્તિને બે ટાઈમ પુરતુ ભોજન મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવા તમામ લોકો લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં જ રહે તે જરૂરી છે.આ બાબત તમામ લોકોના હિતમાં પણ છે.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે જરૂરી માહિતી પુરી પાડી હતી.
રાજ્યમાં લોકડાઉનના અઢારમાં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે,શનિવારે સમગ્ર રાજ્યમાં ૪પ.૯૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.૧ લાખ પાંચ હજાર ૮૪૪ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં રરર૦પ કવીન્ટલ બટાટા, ૩૪રર૮ કવીન્ટલ ડુંગળી,૭૭૬પ કવીન્ટલ ટમેટા અને ૪૧૬૪૪ કવીન્ટલ લીલા શાકભાજી માર્કેટમાં આવ્યા છે.કુલ ૧૯૩૬પ કવીન્ટલ ફળફળાદિની પણ રાજ્યમાં આવક થઇ છે.તેમણે જણાવ્યું કે,નિરાધાર, નિઃસહાય,જરૂરતમંદ વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તેવા ઉદાત્ત ભાવથી સેવા સંગઠનો અને જિલ્લા તંત્રોએ કુલ ૮૯ લાખ ૬૦ હજાર ફૂડપેકેટસ વિતરણ કર્યા છે.આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં મદદ માટેની હેલ્પલાઇનમાં ૧૦૭૦ પર ગઇકાલે ર૩૧ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર ૧પપપ કોલ્સ મળ્યા છે અને સ્થાનિક સત્તા તંત્રવાહકોને તેના યોગ્ય નિવારણના પગલાં પણ લીધા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
અશ્વિનીકુમારે રાજ્ય સરકાર વતી દરેક નાગરિકોને અનુરોધ કર્યો કે કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવા સૌ કોઇ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં જ રહે, સુરક્ષિત રહે તે સૌના હિતમાં છે.લોકડાઉનને કઠોરરીતે લાગૂ કરવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે.બીજી બાજુ રાજ્યના ઉદ્યોગો,એકમો,વેપારી એકમો,કોન્ટ્રાક્ટરોની રજૂઆતો સાંભળવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા રાજ્યના શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવના નેતૃત્વમાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓની સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે જે તમામ રજૂઆતો સાંભળશે લોકડાઉનમાં વ્લોકડાઉનના ૧૮માં દિવસે સરકાર જોરદાર એક્શનમાં દેખાઈ હતી.
૧૮માં દિવસની સ્થિતિની વિગતો નીચે મુજબ છે.
દૂધનું વિતરણ ૪૫.૯૪ લાખ લીટર શાકભાજી આવરો ૧૦૫૮૮૪ ક્વિન્ટલ ફળફળાદીનો આવરો ૧૯૩૬૫ ક્વિન્ટલ બટાકાનો આવરો ૨૨૨૦૫ ક્વિન્ટલ ડુંગળીનો આવરો ૩૪૨૨૮ ક્વિન્ટલ ટામેટાનો આવરો ૭૭૬૫ ક્વિન્ટલ અન્ય લીલાશાકભાજીનો આવરો ૪૧૬૪૪ ક્વિન્ટલ સફાઈ કર્મીઓ સક્રિય ૪૦૦૦૦ સુપર માર્કેટને હોમ ડિલિવરીની મંજુરી ૮૬૭ વાહનોને અવરજવરની મંજુરી ૩૫૧૧ કરિયાણા સ્ટોર કાર્યરત ૧૬૦૪૩ પેટ્રોલ પંપ કાર્યરત ૮૪૮ ફુડ પેકેટોનું વિતરણ ૮૯ લાખ ૬૦ હજાર અવરજવર માટે પાસ ઇશ્યુ ૨ લાખ ૮૮ હજાર