વલસાડ, 18 મે : આ વર્ષમાં માર્ચ સુધીમાં 89 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં પાલિકા સફળ રહી રહી છે.વલસાડ જિલ્લાના વાપીમાં લોકડાઉનના કારણ માર્ચના અંતમાં વાપી પાલિકાએ વેરા વસુલાતની કામગીરી ઝડપથી કરવામાં સફળતા મળી ન હતી,માર્ચ અંત સુધીમાં 89 ટકા વસુલાતની કામગીરી પૂર્ણ કરી હતી.હાલ ઓનલાઇન વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે.વાપી પાલિકાના વેરા વસુલાત વિભાગે જાન્યુઆરી માસથી વેરા વસુલાતન કામગીરી હાથ ધરી હતી,માર્ચના અંતમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉનની જાહેરાત થતાં આ કામગીરી પર સીધી બ્રેક લાગી ગઇ હતી.આમ છતાં 31 માર્ચ સુધીમાં પાલિકાએ કુલ 12 કરોડના માંગણા સામે 11 કરોડ જેટલી વસુલાત કરી છે.એટલે કે સરેરાશ 89 ટકા વસુલાત પૂર્ણ થઇ છે.હાલ લોકડાઉન હોવા છતાં વેરા વસુલાતની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે.રોજના 5થી 10 હજારની આવક થઇ રહી છે.લોકડાઉનના કારણે મિલકત ધારકો ઓનલાઇન વેરો ભરવામાં પુરતો રસ દાખવતાં નથી.