રાજકોટમાં એક મહિના પૂર્વે બિલ્ડર ઉપર સરાજાહેર હુમલો કરી તેના હાથપગ ભાંગી નાખનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડ આણી ટોળકીને જેલભેગા કરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ હવે જામીન મેળવવા હવાતીયા મારી રહ્યા છે.થોડા દિવસ પહેલા દેવાયત અને તેના એક સાગરીત કાનાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેની આજે સુનાવણી હતી જેમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.ઉપરાંત સાગરીતની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
શું છે આખો કેસ ?
મળતી માહિતી મુજબ, રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો.બાદમાં દેવાયત ખવડે જામીન અરજી કરી હતી.જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી.જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.દેવાયત ખવડ અને તેના સાથી આરોપી કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા બન્નેનો જેલવાસ હજી લંબાયો છે.
હવે કરી શકે છે હાઈકોર્ટમાં અપીલ
વધુમાં આ પહેલા કોર્ટે ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન કુંભારવાડિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.ફરિયાદી તરફના વકીલ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશ જોશીની દલિલો કોર્ટે માન્ય રાખી જામીન અરજી રદ કરી છે.આગામી દિવસોમાં દેવાયત ખવડ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.સરકારી વકીલ મહેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે નામદાર કોર્ટે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાગરીત કાનાએ જામીન અરજી કરી હતી.આજે તેની સુનવણી હતી અને કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત બાદ રદ કરી છે.હવે દેવાયત ખવડ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગે અથવા તો ચાર્જશીટ સુધી રાહ જોવે તો તેટલો સમય તેને જેલમાં જ રહેવું પડશે.


