નવી દિલ્હી,તા.૨૯:કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવેલા લોકડાઉનની વચ્ચે લોકોની આર્થિક સમસ્યાઓનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે,હવે તેમને પોતાના PF એકાઉન્ટમાંથી પૈસા કાઢીને જીવન નિર્વાહ કરવો પડી રહ્યો છે.EPFO અને પ્રાઈવેટ PF ફંડ્સના આશરે ૮.૨ લાખ સભ્યોએ પોતાના ગુજરાન માટે ૩૨૪૩.૧૭ કરોડ રૂપિયા અકિલા ઉપાડ્યા છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ૨૮ માર્ચના નિર્ણયમાં આ યોજનાના અંશધારક કર્મચારીઓને લોકડાઉનને કારણે મુશ્કેલીઓથી નિપટવા માટે આંશિક રકમ ઉપાડવાની પરવાનગી આપી હતી.શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કનિદૈ લાકિઅ આવનારા EPFOએ (આ દરમિયાન) કુલ ૧૨.૯૧ લાખ દાવાઓનો નિપટારો કર્યો છે,જેમાં કોવિડ-૧૯ સંકટમાં ઘોષિત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) પેકેજ અંતર્ગત આપવામાં આવેલી છૂટ સંબંધિત ૭.૪૦ લાખ દાવા શામેલ છે.’આ કલેઈમ અંતર્ગત કુલ ૪૬૮૪.૫૨ કરોડ રૂપિયાની રમક શામેલ છે,જેમાં PMGKY પેકેજ અંતર્ગત ૨૩૬૭.૬૫ કરોડ રૂપિયાના કલેઈમ શામેલ છે.
મંત્રાલયે કહ્યું કે,છૂટ પ્રાપ્ત પ્રાઈવેટ પીએમ ટ્રસ્ટે પણ કોવિડ-૧૯ મહામારીને કારણે દાવાઓનો નિપટારો કર્યો.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એકઝેમ્પેટેડ પ્રાઈવેટ પીએફ ટ્રસ્ટે ૨૭ એપ્રિલ ૨૦૨૦ સુધી કોવિડ-૧૯ માટે એડવાન્સ રકમ તરીકે ૭૯,૭૪૩ પીએફ સભ્યોને ૮૭૫.૫૨ કરોડ રૂપિયા આપ્યા.આમાં પ્રાઈવેટ સેકટરની ૨૨૨ સંસ્થાઓએ ૫૪,૬૪૧ લાભાર્થીઓએ ૩૩૮.૨૩ કરોડ રૂપિયા આપ્યા.સાર્વજનિક ક્ષેત્રની ૭૬ કંપનીઓએ ૨૪,૧૭૮ લાભાર્થીઓને ૫૨૪.૭૫ કરોડ રૂપિયા આપ્યા.સહકારી ક્ષેત્રની ૨૩ સંસ્થાઓએ ૯૨૪ લાભાર્થીઓને ૧૨.૫૪ કરોડ રૂપિયા આપ્યા.પ્રાઈવેટ પીએફ ટ્રસ્ટ પોતાના કર્મચારીઓ પીએફ રકમની વ્યવસ્થા અને તેમને માસિક પીએમ રિટર્ન દાખલ કરવાથી છૂટ આપવામાં આવે છે.ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (મુંબઈ),HCL ટેકનોલોજીસ લિમિટેડ (ગુડગાંવ) અને HDFC બેંક (મુંબઈ) પ્રાઈવેટ સેકટરની ત્રણ ટોચની છૂટ પ્રાપ્ત કંપનીઓ છે.સાર્વજનિક ક્ષેત્રમાં ONGC (દેહરાદૂન), નેવેલીન લિગ્નાઈટ કોર્પોરેશન (નેવેલી) અને ભેલ (ત્રિચી) ત્રણ ટોચની છૂટ પ્રાપ્ત કંપનીઓ છે.

