By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકોને પાણી બચાવવાની સલાહ આપતી પાલિકા જ પાણી વેડફી રહી છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > લોકોને પાણી બચાવવાની સલાહ આપતી પાલિકા જ પાણી વેડફી રહી છે
GeneralSurat

લોકોને પાણી બચાવવાની સલાહ આપતી પાલિકા જ પાણી વેડફી રહી છે

HM News
Last updated: 24/05/2022 6:27 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.24 મે 2022,મંગળવાર : હાલ ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીની માગમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી પાલિકા તંત્ર લોકોને પાણી બચાવવાની સલાહ આપી રહ્યું છે.લોકોને પાણીની બચતની સલાહ આપતું પાલિકા તંત્ર જ ખુદ પાણીનો બગાડ કરી રહ્યું છે.પાલ કેનાલ રોડના વોક-વેમાંથી છેલ્લા દસેક દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આ પાણી જાહેર રસ્તા પર વહી રહ્યું છે.આ વોક-વે ઉપરાંત પાલિકાના ગાર્ડન અને સર્કલમાં ફુલ-છોડની માવજત માટે મુકેલા પાણીના નળનો દુરુપયોગ લારી ગલ્લાવાળા કરી રહ્યાં છે તેમ છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.

સુરત પાલિકાના પાલ-પાલનપોર કેનાલ રોડ પર વોક-વે બનાવવામાં આવ્યો છે.આ વોક-વેમાં રોપાયેલા ફુલ છોડની માવજત માટે કેટલીક જગ્યાએ પાણીના નળ પોઈન્ટ આપવામાં આવ્યા છે.પરંતુ છેલ્લા દસેક દિવસથી આ વોક-વેમાંથી પાણીનો બગાડ થઈને પાણી જાહેર રોડ પર વહી રહ્યું છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થવા ઉપરાંત ગંદકી પણ થઈ રહી છે.આ વોક-વેમાંથી વેડફાતા પાણીના કારણે આસપાસના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.લોકોની ફરિયાદ છતાં પણ પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આસામ અને અરુણાચલ પ્રદેશના સીમા વિવાદનો આખરે અંત આવ્યો
તડપ તડપ…હમ દિલ દે ચુકે સનમ માટે ન હતું બન્યું, પહેલીવાર ગાવા માટે કેકેને પૈસા પણ ન હતા મળ્યા
મની લોન્ડ્રિંગ કેસમાં શિવસેના સાંસદ ભાવના ગવલીને EDનું તેડુ
ચીની મીડિયાની ધમકી, મોદી અમેરિકા સાથે ગયા તો પરિણામ બહુ માઠું આવશે
કોંગ્રેસના પ.બંગાળ અને આસામમાં કદાવર નેતાઓએ કોંગ્રસનો પંજો છોડ્યો : સંભવત ભાજપમાં જોડાશે !
Share This Article
Facebook Email Print
Previous Article ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકન સૈન્ય જવાબ આપશે : બાઈડન
Next Article ભટારના સાકાર શોપીંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up