ભાજપના નેતા અને પાર્ટી પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે.ઝફર ઈસ્લામ મીડિયા માટે જાણીતો ચહેરો છે. ટીવી ચેનલોમાં ડિબેટ પર મોટા ભાગે ભાજપનો પક્ષ રાખી બચાવ કરતા જોવા મળે છે.
રાજકારણમાં આવ્યા પહેલા ઝફર ઈસ્લામ એક વિદેશી બેંકમાં કામ કરતા હતા.મોદીની રાજનીતિથી પ્રભાવિત થઈ ઝફર ઈસ્લામ ભાજપમાં આવી પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી.કહેવાય છે કે, ઝફર ઈસ્લામને વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો છે.એક એવુ પણ અનુમાન લગાવી રહ્યા છે કે,જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવવાનો સૌથી મોટો હાથ ઝફર ઈસ્લામનો છે.